આપઘાતનો પ્રયાસ:કાપોદ્રાના યુવકે નોકરી ન મળતા તાપીમાં ઝંપલાવ્યું, રેસ્ક્યુ કરાયો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્રાણ બ્રિજની ઘટના: પિલર પકડી લેતા 15 ફૂટ લટકી રહ્યો

કાપોદ્રાનો 22 વર્ષીય જૈનીશ નીતિન પરમાર બુધવારે રાત્રે બાઈક લઈ કાપોદ્રા બ્રિજ પર પહોંચ્યો હતો અને બ્રિજ પરથી તાપીમાં પડતું મૂક્યું હતું. તાપીમાં કુદકો મારતા જૈનીશના હાથમાં બ્રિજનો પિલરનો ભાગ આવી જતા તેણે તે પકડી રાખ્યો હતો અને પંદર થી વીસ ફુટ પાણીમાં તે લટકી રહ્યો હતો.

રાહદારીએ જાણ કરતા ફાયર ઓફિસર રાહુલ બાલાસરા ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ઓફિસરે રીંગબોયો બ્રિજની જાળીમાંથી નીચે ફેંક્યો હતો અને બે ફાયર કર્મીઓને બ્રિજની નીચેની તરફ મોકલી જૈનીશને બચાવીને બહાર લઈ આવ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

જૈનીશને બચાવવા જતાં ફાયર ઓફિસર રાહુલ બાલાસરા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. જૈનિશ પરમારે કામધંધો મળતો ન હોવાના કારણે તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...