ક્રાઇમ:ડુમસ રોડ પર યુવકે કારમાં ઘૂસી દંપતીને રિવોલ્વરથી ધમકાવ્યા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂમાબૂમ થતા યુવક સર્કિટ, ચપ્પુ, પાઉડર મુકી ભાગી છૂટ્યો

ડુમસ રોડ પર વીઆર મોલ સામે રવિવારે રાત્રે કારમાં અજાણ્યા યુવકે જબરજસ્તીથી ઘુસીને પતિ-પત્નીને રિવોલ્વર બતાવતા પતિ-પત્નીએ બુમાબુમ કરતા અજાણ્યો નાસી ગયો હતો. જોકે તેની બેગ ત્યાં જ રહી ગઈ હતી. બેગમાંથી ચપ્પુ,ગેસની પાઈપ, સર્કિટ,સોડિયમ ક્લોરાઈડ મળતા પોલીસ દોડતી થઈ છે.

ઉમરામાં રહેતા ભરતભાઈ તેમની પત્ની સાથે વીઆર મોલ પાસે ખરીદી માટે ગયા હતા. રાત્રે 10 વાગે પતિ-પત્ની ખરીદી કરી કારમાં બેઠા તેજ સમયે એક અજાણ્યો યુવક જબરજસ્તી કારમાં બેસી ગયો હતો. તેણે રિવોલ્વર બતાવી કાર અવાવરૂં જગ્યાએ લઈ જવા કહ્યું હતું. ભરતભાઈએ થોડા અંતર સુધી કાર ચલાવ્યા બાદ મેઈન રોડ પર કાર ઉભી રાખી બુમાબુમ કરતા લોકો ભેગા થતા અજાણ્યો ગભરાયો હતો.

લોકોએ અજાણ્યાને પકડવાની કોશિષ કરી પરંતુ હથિયાર બતાવીને અજાણ્યો નાસી ગયો હતો. તેની બેગ કારમાં જ રહી ગઈ હતી.તેથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ઉમરા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બેંગમાંથી જે વસ્તુઓ મળી તેનાથી પોલીસ ચોંકી હતી. બેગમાંથી ચપ્પુ, હેન્ડ ગ્લોઝ, ગેસની પાઇપ, મરચાંની ભુકી,સોડિયમ ક્લોરાઇડ હતું. તેથી પોલીસને કાંઈ અજુગતું લાગ્યું હતું.

સરકિટ મળવાથી કોઈ રાષ્ટ્રવિરોધી તત્વ કાર મેળવવા માટે પતિ-પત્નીને ડરાવવા માંગતું હતું કે શું? ઉમરા પોલીસ ઉપરાંત એટીએસે પણ તપાસ હાથ ધરી છે. એડિશનલ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, રિવોલ્વર વાળી વાત અમારા ધ્યાને આવી નથી. જે પાઉડર મળ્યો હતો તે મીઠું નીકળ્યું છે. આરોપી પકડાયા બાદ વધુ વિગત મળી શકે.

અન્ય સમાચારો પણ છે...