તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ડિયન ફ્લૅગ રનર્સ દ્વારા સમગ્ર ભારતમાં વર્ચ્યુઅલ મેરેથોન યોજાઈ હતી. જેમાં સુરતના ઍરફોર્સ ઓફિસર પ્રશાંત પાટીલે ભારતનો તિંરગો સાથે રાખી 100 કિમીની દોડ 17 કલાક અને 21 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ મેરેથોનમાં કુલ 170 રનર્સે ભાગ લીધો હતો. મેરેથોનનો હેતુ દેશમાં સમાનતાની ભાવના, એકતા અને સદભાવનાનો સંદેશ આપવાનો હતો. આ મેરેથોન ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે પણ કરવામાં આવી હતી. પ્રશાંત પાટીલે આ દોડમાં ઈન્ડિયન એરફોર્સને રિપ્રેઝન્ટ કર્યું હતુ. તેથી દોડ બાદ એરફોર્સના એર ઓફિસર કમાન્ડિંગ દ્વારા પ્રશાંત પાટીલને સન્માનિત કરાયા હતા.
આ અંગે પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે આ દોડ મેં સવારે 4 વાગ્યે શરૂ બરનાલાથી શરૂ કરી હતી. જે સમયે 7 ડિગ્રી ઠંડી હતી. મારી સાથે બીજા એક રનર, 3 સપોર્ટર અને એક ટ્રેઇનર હતા. હું 6થી 7 કિમીના અંતરે 1થી 2 મિનિટનો બ્રેક લેતો હતો. અમે દર દોઢ કિમી પર ઓછામાં ઓછું 100થી 200 ml પાણી અથવા એનર્જી ડ્રિન્ક લેતા હતા. હાઈડ્રેશન માટે સાથે ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ, ચોકલેટસ રાખ્યા હતા. ભારતનો તિરંગો લઈને દોડવું એ મારા માટે સૌથી મોટી પ્રેરણા હતી. આ દોડ બરનાલાથી શરૂ કરી સંગરુર થઈને બરનાલામાં પૂરી કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.