તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:રૂપિયા ફસાયા ને વ્યાજખોરોનો ત્રાસ વધતાં રાંદેરમાં યુવકે આપઘાત કર્યો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેચેલી જમીનના નાણાં ન મળતા કિરીટભાઈ મુશ્કેલીમાં મુકાયા
  • વ્યાજખોરો ઘર પણ પચાવી લેવા માંગતા હોવાનો ઉલ્લેખ કરાયો

બાકી લેવાના રૂપિયા ન નીકળતા જહાંગીરાબાદના સ્કૂલવાન ડ્રાઇવર કિરીટ ધીરજ પટેલે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મગનભાઈ દેસાઈ નામના વ્યક્તિ સાથેના વેડ રોડની જમીન મામલે પૈસા લેવાના નીકળતા હતા જે ફસાઈ જતાં પોતે વ્યાજે લીધેલા પૈસા ન ચૂકવી શકવાની સ્થિતિમાં આપઘાત કરી લીધો હતો. સ્કૂલવાન ડ્રાઇવરને જેમને આપવાના બાકી હતા એમનું દબાણ આવતાં કિરીટ ધીરજ પટેલ(રહે.126,સુંદરવન સોસાયટી,દાંડી રોડ જહાંગીરાબાદ)એ આપઘાત કરી લીધો હતો. કિરીટભાઈ સ્કૂલવાન ચલાવતા હતા પણ લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા પણ નાણાકીય આયોજનમાં કાચા પડી ગયા હતા. સ્યુસાઇડ નોટમાં મગન દેસાઈએ પૈસા નહીં આપ્યાનો ઉલ્લેખ છે તે દેસાઈ એન્ડ લાખાણી ડેવલોપર્સના સંચાલક મગન દેસાઈ સાથે સંપર્ક કરતા એમને કાલે વાત કરવા જણાવ્યું હતું.

સ્યુસાઇડ નોટમાં કિરીટભાઈની વ્યથા માનનિય સાહેબ, હું કિરિટ ધીરજભાઈ પટેલ. મારું દેવું વધુ થઈ ગયુ છે આથી હું આત્મહત્યા કરું છું. મારી પાસે વ્યાજ વાળા દબાણ કરે છે, આવી મંદિમાં હું ક્યાંથી પૈસા લાંઉ. મારે મગન દેસાઈ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલે છે. ગુરુકુલ ચોકી પર, તેમાં મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજ વાળા મારું ઘર પણ લઈ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છે તે તમે સાંભળજો. વ્યાજ વાળાના નામ પણ આવી જશે. મારા ઘર વાળાને કોઈ હેરાન ન કરે તે જોજો. બો લખવું છે પણ મારી પાસે ટાઈમ નથી. તમે ઈન્કવાયરી કરી લેજો મને તમારી પર પુરો ભરોસો છે. મગનભાઈ દેસાઈ મારે લેવાના પૈસા આપી દેતે તો મારું દેવું ન થાત. મગનભાઈ મારી સાથે બે વખત ગદ્દારી કરી એટલે હું દેવામાં ડુબી ગયો છું. મારા પરીવારને કોઈ હેરાન ન કરે તે જોજો મહેરબાની તમારી.લી.કિરિટ ડી. પટેલ

અન્ય સમાચારો પણ છે...