ક્રાઇમ:ઘરમાં ઘૂસેલો ચોર પકડવા ગયેલા યુવકને હાથમાં બચકું ભરી ફરાર

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિંબાયતની સોસાયટીમાં લાઇટ જતાં બારી ખુલ્લી રાખી હતી

લિંબાયતમાં ઘરમાં ઘૂસેલા ચોરને પકડવા જતા યુવકને હાથમાં બચકું ભરી ભાગી ગયો હતો. યુવકના ઘરમાંથી ચોર 28 હજારના દાગીના અને રોકડ ચોરી કરી ગયો હતો. લિંબાયત રત્નપ્રભા સોસાયટીમાં રહેતા અને સાફ-સફાઇનું કામ કરતા 30 વર્ષીય રાહુલ ભીમરાવ વાઘ 5મીએ રાત્રે પરિવાર સાથે ઘરમાં સૂઈ ગયા હતા ત્યારે લાઇટ ગઈ હતી. આથી પરિવારે ઘરની બારી ખુલ્લી રાખીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે અચાનક યુવકની આંખ ખુલી ગઈ અને તે સમયે ઘરમાં કંઈ પડવાનો અવાજ આવ્યો.

આથી યુવક જોવા માટે જતા એક ચોર ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરતો હતો. યુવકે ચોરને પકડી પાડી બૂમાબૂમ કરી હતી. આથી ચોરે ભાગવા યુવકના ડાબા હાથમાં બચકું ભરી ત્યાંથી ભાગી ગયો હતો. ચોર ઘરમાંથી 18 હજારની રોકડ, પત્નીના પર્સમાંથી 6 હજારની રોકડ અને યુવકની માતાનું ચાંદીનું કડુ મળી 28 હજારની મતા ચોરી કરી ભાગી ગયો હતો. યુવકે લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી સીસી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...