તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પોતાને તરતાં આવડતું હોવાનું કહીં ડેમમાં નાહવા પડેલો યુવક ડૂબ્યો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના યુવકો માંડવીના આમલી ડેમ પાસે ફરવા ગયા હતા

માંડવી તાલુકામાં આવેલા આમલીડેમ ખાતે સુરતથી ફરવા આવેલા 5 યુવાનો પૈકી બે યુવાનો ડેમમાં નાહવા પડ્યા હતા જે પૈકી એક યુવાન ડેમના ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૂળ માંડવી તાલુકાનાં દેવગીરી ટાંકી ફળિયામાં રહેતો અને હાલ સુરત ડિંડોલીમાં રહેતો યુવાન અંકિત કુમાર જે. વસાવા પોતાના મિત્રો સાથે પોતાના વતન ખાતે આવેલ આમલી ડેમ ફરવા જવાનું નક્કી કર્યું હતું અને પિતાની સ્વિફ્ટ કાર નં. GJ-05-JS-0878 માં અન્ય મિત્રો મેહુલ પટેલ, હિરેન પટેલ, અંકિત બારિયા તથા કૃણાલ ચૌધરી સાથે દેવગીરી પોતાના ઘરે રોકાયા બાદ આમલીડેમ ફરવા ગયા હતા.

જ્યાં અંકિત વસાવા સ્થળથી માહિતગાર હોય અન્ય મિત્રને નાહવા પાડવાની ના પાડી પોતે નાહવા પડ્યો હતો. ત્યાર બાદ કૃણાલભાઈ ચૌધરી પોતાને તરતા આવડતું હોવાનું જણાવી નાહવા પડ્યા હતા તે દરમિયાન અચાનક જ કૃણાલ ચૌધરી ઊંડા પાણી તરફ પહોંચતા ડૂબવા લાગ્યા હતા જેને મિત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં ડૂબી જતાં કૃણાલ ચૌધરીનું મોત નીપજયું હતું. માંડવી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...