જીવ બચાવ્યો:આપઘાત કરનાર યુવકને પોલીસે બચાવ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સચીનમાં યુવક પાસેથી જીજાજીએ પોતાની બાઇક લઈ લેતા માઠું લાગી આવતા દુખાવાની એક સાથે 10 ગોળીઓ ખાઈ આપઘાતની કોશિશ કરતા સચીન પોલીસે માત્ર 6 મિનિટમાં પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનીકોની મદદથી ગ્રીલને તોડી બારીમાંથી પ્રવેશ કરી યુવકનો જીવ બચાવ્યો હતો. યુવકનું નામ જુગલ પટેલ છે અને તે હાલમાં નોકરી ધંધો કરતો ન હતો.

જીજાજીની બાઇક તેની પાસે હતી. કોઈક કારણસર જીજાજીએ તેની બાઇક જુગલ પાસેથી લઈ લેતા 10 ગોળીઓ ખાધી હતી. જુગલ પટેલ ઘરે એકલો હતો તે વખતે સ્યુસાઇડ કરવાની કોશિશ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે 10મી જુને બપોરે એક કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું કે સચીનના રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં એક યુવક આપઘાત કરવાની ધમકી આપે છે. જેના કારણે સચીન પોલીસની પીસીઆર વાન-45 ના ઈનચાર્જ સ્ટાફ સાથે ત્યાં 6 મિનિટમાં પહોંચી તેનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...