સર્જરી:સ્મીમેરમાં સર્જરી કરી યુવકની છાતીમાંથી 7.63 કિલોની ગાંઠ કાઢી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્મીમેરના તબીબોએ ઓપરેશન કરી ફેફસાના વજનથી 10 ગણી મોટી ગાંઠ દૂર કરી દર્દીને દર્દ મુક્ત કર્યો હતો.મોરાભાગળમાં રહેતો 27 વર્ષીય ઋષભ કોન્ટ્રાકટરને ફેફસામાં ગાંઠ હોવાથી લાંબા સમયથી પીડાતો હતો. ઋષભની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે સ્મીમેર એક્સ-રે કરાવ્યો હતો અને જમણા ફેફસામાં ગાંઠ જેવું લાગતા સીટી સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં મોટી ગાંઠ હોવાનો ખ્યાલ આવ્યો હતો.પરિવારે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો હતો પણ ત્યાં અઢીથી ત્રણ લાખ સુધીનો ખર્ચ કહેતા પરિવારેે સ્મીમેર હોસ્પિટલનો સહારો લીધો હતો.જ્યાં 10મી નવેમ્બરે સાડા પાંચ કલાકના ઓપરેશન બાદ 7.63 કિલોની ગાંઠ કઢાઇ હતી.ગાંઠ મોટી હોવાને લીધે ટુકડાઓમાં કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...