સોશિયલ મીડિયા પર સુંદર દેખાતી યુવતી સાથે વીડિયો કોલ કરવામાં સુરતનો યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. યુવકને બ્લેકમેલીંગ કરીને ટોળકીએ 29098 પડાવ્યા છે. અડાજણની હોસ્પિટલમાં નોકરી કરતા 36 વર્ષીય યુવક પર 28 ઓકટોબરે સોશિયલ મીડિયા પર એક રૂપાળી યુવતીએ ફેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે સ્વીકારતાં 30મીએ યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. આથી યુવકે 10 સેકન્ડ વાત કરી હતી. થોડીવાર પછી યુવતીએ કહ્યું કે તમારો બિભત્સ વીડિયો મારી પાસે છે.
જે હું અપલોડ કરું છું. વીડિયો ડિલીટ કરવા તેણે રૂપિયાની માંગણી કરી હતી. પછી યુવકે યુવતી કાજલનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. પછી વોટસએપ કોલ આવ્યો અને સામેવાળા કહ્યું કે હું ટ્યૂબ મેનેજર ન્યૂ દિલ્હીથી બોલુ છું. તમારો વીડિયો આવ્યો છે જે ડિલીટ કરવો હોય તો 14099 આપવા પડશે. યુવકે બદનામીના ડરથી ઠગ ટોળકીના ખાતામાં 14099 અને 14999 નાકી દીધા હતા. છતાં ટોળકી ધમકી આપતી હતી. આખરે યુવકે ફરિયાદ કરતા સરથાણા પોલીસે મોબાઇલ નંબર આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ આવી જ રીતે સુરતના એક અન્ય યુવકને બ્લેકમેલ કરાતાં તેણે આપઘાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.