સર્જરી કરી નવુ જીવન આપ્યું:સુરતના યુવકની પાંસળીમાં 4 વર્ષથી લાકડાનો ટૂકડો હતો, સ્મીમેરમાં સફળ સર્જરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શરીરમાંથી કઢાયેલો લાકડાનો ટુકડો - Divya Bhaskar
શરીરમાંથી કઢાયેલો લાકડાનો ટુકડો
  • જાંબુના ઝાડ પરથી પડતાં ડાળી પાંસળી પાસે ફસાઈ હતી, કાઢવા જતા ટૂકડો રહી ગયો હતો, એક્સરેમાં ગાંઠ દેખાતાં તેની સારવાર ચાલતી હતી

4 વર્ષથી પાંસળીમાં ફસાયેલા લાકડીના ટૂકડા સાથે ફરી રહેલા MPના ગ્વાલિયરમાં રહેતા રાહુલ સિંગ (18)ની સ્મીમેરના તબીબોએ સફળ સર્જરી કરી નવુ જીવન આપ્યું છે. 4 વર્ષ અગાઉ જાંબુના ઝાડ પરથી પટાકાતાં ડાળખી પાંસળી પાસે ઘૂસી ગઈ હતી, જેનો 10 સેમીનો ટૂકડો અંદર રહી ગયો હતો. ગ્વાલિયરના એક્સ-રેમાં ટૂકડો નજરે ન પડતાં ગાંઠની સારવાર ચાલતી હતી. આખરે સુરત સંબંધીને ત્યાં આવેલા રાહુલને સ્મીમેરમાં દાખલ કરાયો હતો.

ઓપરેશનમાં રેડિયોલોજીની મદદે ટૂકડો શોધાયો
સ્મીમેરના સર્જરી વિભાગના ડો. દિનેશ પ્રસાદે જણાવ્યું કે સિટીસ્કેનમાં મણકાની બાજુમાં કોઈ વસ્તુ દેખાતાં સર્જરીનો પ્લાન કર્યો હતો. જોકે, ટૂકડો ન મળતાં રેડિયોલોજીની મદદથી કમ્બાઈન્ડ સર્જરી કરતાં ટૂકડો મળી આવ્યો હતો, જેને સર્જરી કરી બહાર કાઢી લેવાયો હતો.

ઈન્ટરનેશનલ જરનલમાં આ કેસ પ્રસિદ્ધ કરાશે
અનેક તપાસ કરવા છતા મણકાની બાજુમાં ફસાયેલા ટૂકડાનું નિદાન થયું ન હતું, જેથી આ કેસને અભ્યાસ માટે ઈન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ કરવા નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં તેને જરનલમાં પ્રસિદ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...