ક્રાઇમ:ઉધનાના યુવકને સાઉથ આફ્રિકાથી સોપારી આપી પતાવી દેવાયો હતો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ હત્યારાઓની ધરપકડ કરાઈ. - Divya Bhaskar
ત્રણ હત્યારાઓની ધરપકડ કરાઈ.
  • પોલીસે 3 હત્યારાને ઝડપી લીધા, જયારે 3 કિશોરને ડિટેન કર્યા

ચાર દિવસ પહેલા ઉધનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવકની હત્યા કરવા માટે સાઉથ અફ્રિકાથી સોપારી અપાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ચાર દિવસ પહેલા ઉધના પટેલનગરની બાજુમાં આવેલા શિવનગરમાં રહેતા વિશાલ ઉર્ફ બાબુ ગણપત પવાર(24 વર્ષ)ની પટેલનગર પાસે જ છરાથી હત્યા કરાઈ હતી. જેનો ભેદ એએસઆઈ નરેશ ગમનલાલ, જાકિર ગુલામનબીની મહેનતના કારણે ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ સમીર બશીર પાસા ઉર્ફ મન્યા,અમીરખાન ઉર્ફ કલ્લુભ અલાઉદ્દીન પઠાણ અને અબ્દુલ હમીદ અમાનુલ્લા શાહની ધરપકડ કરી છે અને ત્રણ કિશોરને ડિટેઇન કર્યા છે.

મૃતક વિશાલ
મૃતક વિશાલ

આરોપીઓ  પાસેથી પોલીસને માહિતી મળી છે કે, વિશાલને મારવા માટે બે વર્ષથી સાઉથ અફ્રિકામાં રહેતા મોહસીન સલીમ પટેલે ત્યાંથી ફોન કરીને સમીર અને તેના સાથીઓને કહ્યું કે,‘વિશાલને પતાવી નાખે તો રૂપિયા આપીને ખુશ કરી નાખશે.જોકે કેટલા રૂપિયા આપશે તે જણાવ્યું ન હતું. મહિના પહેલા મોહસીનના પિતા સલીમ પટેલનો સામાવાળા જુથ સાથે ઝગડો થયો હતો. ત્યારે સલીમ અને તેના બે દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ઉધના પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારે વિશાલ સલીમ સાથે કાયમ ફરતો હતો. સામાવાળાએ સલીમ અને તેના દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પરંતુ વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી.

ત્યાર બાદ મોહસીન સાઉથ અફ્રિકાથી વિશાલને ફોન કરી કહેતો કે તું સામાવાળા વિરુદ્ધ અરજી કર. વિશાલે મોહસીનને કહ્યું કે, સામાવાળાએ તેના વિરુદ્ધમાં કોઈ પગલા ન લેતા તે પણ કાંઈ કરશે નહીં. બાદમાં વિશાલ સામાવાળા સાથે ફરવા લાગ્યો હતો. તેથી મોહસીનને એવું લાગતું હતું કે વિશાલે ગદ્દારી કરી છે. એટલે તેની હત્યા કરાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...