ક્રાઇમ:રાંદેરમાં ગેમ રમવામાં યુવાન દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો, રૂ. 50 હજારની ચોરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંદેરનાં કિર્તીનગરમાં રહેતા વિવેક રાકેશસુરતી ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. 26મીની રાત્રે વિવેક ઘરમાં રાત્રે પોણા બે વાગ્યા સુધી મોબાઇલ પર ગેમ રમતા હતા. દરમિયાન તે રૂમનો પાછળનો દરવાજો ખુલ્લો મૂકીને સૂઇ ગયા હતા. કોઇ ચોરે ગેસની પાઇપ લાઇન વડે મકાનના પહેલા માળે પ્રવેશ કરીને તેમની રૂમમાંથી સોનાના દાગીના, રોકડા રૂ.8000 તથા બે ફોન મળી કુલ રૂ.50,000ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...