• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Year 1392 Will Begin When The Parsis Came From Iran, The Customs Of The Two Classes Of Parsis Are The Same But There Is A Gap Of 1 Month In The New Year.

16મીએ પારસીઓનું નવું વર્ષ:પારસીઓ ઈરાનથી આવ્યાને 1392મું વર્ષ શરૂ થશે, પારસીઓના બે વર્ગના રીત-રિવાજો સરખા પણ નવા વર્ષમાં 1 માસનું અંતર

સુરત4 દિવસ પહેલાલેખક: મનોજ તેરૈયા
  • કૉપી લિંક

16 મી ઓગસ્ટ પારસીઓનું નવું વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે. વર્ષના અંતિમ 5 દિવસ (ગાથા) અને વર્ષના પ્રારંભના 5 દિવસ (મુક્તાદ) કહેવાય. 10 દિવસ દરમિયાન મૃત્યુ પામેલા આત્માઓ પૃથ્વી પર આવે છે અને આશીર્વાદ આપે છે. દરેક વ્યક્તિ પોતાના સગા સ્નેહીઓને યાદ કરી પૂજા કરે છે.

15 મી ઓગસ્ટના દિવસે પતેતી
પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાએ જણાવ્યું હતું કે પારસી સમાજમાં બે વર્ગ છે એક કદીમપંથ અને બીજો શહેનશાહીપંથ. બંને પંથની પરંપરા રીતરિવાજ પૂજા પદ્ધતિ પ્રાર્થના બધું જ સરખું હોય છે પરંતુ નવા વર્ષમાં બંને વર્ગનો એક મહિનાનો ફરક આવે છે અમારા પારસી કોમ્યુનિટીમાં તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથિ પ્રમાણે ગણતરી થતી હોય છે તેથી મહિનાના 30 દિવસ પ્રમાણે બાર મહિનાના 360 દિવસની ગણતરી થાય છે પરંતુ વર્ષના અંતે 5 દિવસ એક્સ્ટ્રા આવે છે તેને અમે ગાથા કહીએ છીએ. અગિયારી આતશ બહેરામમાં જઈને સ્વર્ગસ્થ આત્માઓને પ્રાર્થના કરી ફૂલ ચડાવીએ છીએ. પછી 15 મી ઓગસ્ટના દિવસે પતેતી, 16મી ઓગસ્ટના દિવસે પારસી નવું વર્ષ .

પારસીઓનું સુરતમાં ખુબ મોટું યોગદાન
સુરતમાં પારસીઓની વસ્તી ત્રણ હજાર જેટલી જ છે. વર્ષો પહેલાથી સુરત શહેરના વિકાસમાં પારસીઓનું અનેરુ યોગદાન છે. આયુર્વેદિક કોલેજ, રાજમાર્ગનો ટાવર, સર જે.જે. સોહરાજી ટ્રેનિંગ કોલેજ, એન્ડ્રુજ લાઇબ્રેરી સહિત અનેક જગ્યાએ દેખાય છે. વેલ એજ્યુકેટેડ અને આર્થિક રીતે સંપન્ન જોવા મળે છે. મુંબઈમાં અથોરનાન ઇન્સ્ટિટયૂટ સંસ્થામાં ભણીને આવે તેને દસ્તુર (ધર્મગુરુ)ની લાયકાત મળે છે તે પૂજા વિધિ કરાવી શકે છે. વર્ષની ઉજવણીની શરૂઆત થયા પછી પાંચ દિવસ એટલે કે વર્ષના અંતિમ દિવસે એટલે કે (ખોરદાદ સાલ) પેગંબર જરથુષ્ટ સાહેબનો જન્મ થયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસને ખોરદેહ અવસ્થા કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...