તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:યાર્ન વેપારીએ ફ્લેટ લેવાના ચક્કરમાં 39 લાખ ગુમાવ્યા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલસા વેપારી સાથે 42 લાખમાં સોદો કર્યો હતો

યાર્નના વેપારીએ કોલસાના વેપારી પાસેથી 42 લાખનો ફલેટ લેવાના ચક્કરમાં 39 લાખની રકમ ગુમાવી પડી છે. ઉમરા પોલીસે કોલસાના વેપારી અને તેની પત્ની સામે ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. જેમાં પતિની ધરપકડ કરી લીધી છે.

ઘોડદોડ રોડ પર આભૂષણ એપાર્ટમેન્ટમાં રહેતા અને યાર્નનો વેપાર કરતા તુષારભાઈ રજનીકાંત શાહએ વર્ષ 2018માં પિપલોદના સારથી રેસીડન્સીમાં નવમા માળે ફલેટનો સોદો 42 લાખમાં નક્કી કર્યો હતો. શરૂઆતમાં ફલેટના માલિક નિલીમાં પુરેન્દ્ર પાની અને પતિ પુરેન્દ્ર પાનીને આરટીજીએસ અને ચેક તેમજ રોકડેથી ટુકડે ટુકડે કરી 39 લાખની રકમ વેપારીએ આપી સાટાખત કરાવી લીધો હતો. થોડા દિવસ પછી વેપારીને ખબર પડી કે જે ફલેટનો સોદો કર્યો તે ફલેટ પર બેંકમાંથી લોન લેવામાં આવી છે એટલું જ નહીં દંપતીએ બીજા એક વ્યકિત સાથે પણ ફલેટનો સોદો કર્યો છે અને તેને પણ સાટાખત કરી આપ્યો છે.

બસ આ વાતને કારણે વેપારીએ ફલેટનો દસ્તાવેજ કરાવવા દબાણ કરતા આરોપીઓ વાયદાઓ કરતા હતા. વેપારીએ પોલીસમાં અરજી કરતા દંપતીએ સમાધાન કરી 22 લાખના 4 ચેકો લખી આપ્યા હતા. જે ચેકો પર બેંકમાં બેલેન્સ ન હોવાને કારણે રિટર્ન થયા છે. વેપારી ફરિયાદ નોંધાવતા પોલીસે નિલીમા પુરેન્દ્ર પાની અને પતિ પુરેન્દ્ર અજીત પાની ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...