વર્ષ 1997માં બંધ પડેલી હરિયાણાની કંપનીની બોમ્બે માર્કેટ પાસેની મિલકત પચાવી પાડનાર યાર્ન વેપારી સામે વરાછા પોલીસમાં લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો હતો. વરાછા પોલીસથી મળેલી માહિતી મુજબ હરિયાણાના રેવાડીમાં હરિયાણા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નામની પોલિયસ્ટર યાર્ન કંપની છે. હરિયાણા પેટ્રોકેમિકલ્સ લિમિટેડની દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં બ્રાંચ ઓફિસ છે. સુરત ખાતે ઉમરવાડા, જુની બોમ્બે માર્કેટ નજીક અડતિયા આવાસમાં 203 નંબરમાં ફ્લેટમાં કંપનીની ઓફિસ હતી છે.1997માં કંપની નુકસાનીમાં જતા હરિયાણા પેટ્રો કેમિકલ કંપની બંધ પડી હતી.
તે સમયે આરોપી નવરતન સંતોકચંદ મહેતા(303, અડતિયા આવાસ,જુની બોમ્બે માર્કેટ,વરાછા)એ હરિયાણા પેટ્રો કેમિકલ કંપનીના ફ્લેટ પર કબજો કરી ગેરકાયદેસર વીજળી કનેક્શન મેળવી લીધું હતું. 2009માં એમજીઆરએમએ કંપનીની મિલકતનો સરવે કરતાં નવરતને સુરતની અડતિયા આવાસની મિલકત પર કબજો કરવાની ખબર પડી હતી. કંપનીએ નવરતનને નોટિસ આપતા તેણેે કોર્ટમાં સિવિલ કેસ કર્યો હતો. કોર્ટ માં નવરતન માલિકી હક પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો. તેથી કંપનીના લીગલ મેનેજર વિનિતકુમારે નવરતન વિરુદ્ધ વરાછા પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.