નિર્માણ:સુરતના ડાયમંડ બુર્સમાં વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ બનાવાશે, ઉદ્‌ઘાટનમાં પુતિનને આમંત્રણ અપાશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડ બુર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાયમંડ બુર્સ - ફાઇલ તસવીર
  • જાન્યુઆરી 2022માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થાય તેવું આયોજન

ખજોદમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હીરાની હરાજી સરળતાથી થઈ શકે તે માટે બુર્સ કમિટી દ્વારા વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવશે. આ ઓક્શન હાઉસ 50 હજાર સ્ક્વેર ફૂટમાં હશે.

66 લાખ સ્ક્વેર ફૂટમાં બુર્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું કામ અંતિમ તબક્કામાં છે. અહીં ઓક્શન હાઉસ તૈયાર કરવાનું આયોજન પણ છે. જાન્યુઆરીના 2022માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થાય તે માટે બુર્સ કમિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ 4200 ઓફિસ હશે. અમુક ઓફિસોના માલિકોને ફર્નિચર કરવા માટે ઓફિસ સોંપી દેવામાં આવી રહી છે.

ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ કહ્યું હતું. આવનારા જાન્યુઆરી મહિનામાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. ઉદ્દઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને પણ આમંત્રણ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડ્રીમ સિટીમાં પે એન્ડ પાર્ક તૈયાર કરાશે
છેલ્લાં થોડાં દિવસોથી સુરત શહેરના બ્રોકરો દ્વારા ડાયમંડ બુર્સની પાસે પાર્કિંગની માંગણીઓ કરવામાં આવી રહી છે. હીરાના વેપારમાં બ્રોકરો માધ્યમ હોવાથી ડ્રીમ સિટીમાં જ પે એન્ડ પાર્ક તૈયાર કરવામાં આવશે.

ડિસેમ્બરના અંત સુધીમાં કામ પૂર્ણ થશે
સુરત ડાયમંડ બુર્સનું કામકાજ પુર ઝડફે ચાલી રહ્યું છે. કોરોનાકાળમાં પણ ડાયમંડ બુર્સનું કામ અટક્યું ન હતું. હાલ ડાયમંડ બુર્સનું કામ ૯૦ ટકાથી વધારે થઈ ગયું છે. ડિસેમ્બરના અંત સુધીમાં પુર્ણ કરવાનો ટાર્ગટ છે. ત્યાર બાદ જાન્યુઆરી મહિનામાં ઉદ્દઘાટન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...