તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:એજન્સીને દૂર કરાતા સુરતમાં ‘મા કાર્ડ’નું કામ ઠપ્પ, લાભાર્થી અટવાયાં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ દર્દીઓએે સારવાર રોકવાની નોબત આવી

શહેરમાં જુદા-જુદા કુલ 6 સેન્ટરો પરથી માં અમૃતમ કાર્ડ બનાવવાની કામગીરી કરાઇ રહી હતી. સરકારે અચાનક ખાનગી કંપની પાસેથી મા કાર્ડની કામગીરી આંચકી લેતાં બુધવારે પણ વિવિધ સેન્ટરો પર જરૂરિયાતમંદ અરજદારોની લાંબી લાઇનો લાગી હતી. મયુરભાઇ હરિયાણીએ કહ્યું કે, પિતા વિષ્ણુભાઇને મોઢાનું કેન્સર છે. તેમની સારવાર માટે 3 થી 4 લાખ ખર્ચ થાય તેમ છે. મા કાર્ડનું કામ ઠપ્પ થતાં પિતાની સારવારના ખર્ચ માટે કિડની વેચવા તૈયાર છું.

મા કાર્ડ રિન્યૂ ન થતાં ડાયલિસીસ લંબાવવું પડ્યું
યોગીચોકના મહિપતભાઇ ચૌહાણ ટેક્સ્ટાઇલમાં ડિઝાઇનનું કામ કરે છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીની સારવાર ચાલી રહી છે. જોકે હવે મા અમૃતમ કાર્ડની સમય મર્યાદા પૂર્ણ થઇ જતાં ડાયાલિસિસની સારવાર ખોરંભે ચઢી છે. બુધવારે પણ મા કાર્ડ રિન્યૂ માટે સેન્ટરની બહાર લાઇનો લગાવી હતી પણ કાર્ડ રિન્યૂ કામગીરી પણ બંધ હોવાથી સારવારમાં વિલંબ પડી રહ્યો છે. તબિયત ખરાબ હોવાં છતાં મા કાર્ડ રિન્યૂ ન થયો હોવાના લીધે ડાયાલિસિસ પણ લંબાવવું પડ્યું છે.

કાર્ડિયાક પેશન્ટ માટે નવી સિવિલમાં સેન્ટર ચાલુ કરાશે
મા અમૃતમ કાર્ડની કામગીરી કરતી ખાનગી એજન્સીને દૂર કરાઇ છે. જોકે નવી કામગીરી ક્યારથી શરૂ થશે તે હજુ નક્કી નથી. લોકો અટવાઇ રહ્યાં છે તે અંગેની જાણકારી છે. જેથી ટેમ્પરરી મા કાર્ડ સેન્ટર નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવાની તૈયારી કરાઇ રહી છે. - મિત્તલ બેન, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...