તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશો વિફર્યા:ડ્રેનેજ કાપવા ગયેલા પાલિકાના કર્મીઓને મહિલાઓએ ભગાડ્યા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનદરવાજા ટેનામેન્ટના કનેક્શન કાપતી પાલિકાની ટીમનો ઘેરાવ. - Divya Bhaskar
માનદરવાજા ટેનામેન્ટના કનેક્શન કાપતી પાલિકાની ટીમનો ઘેરાવ.
  • માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના રહીશો વિફર્યા

માનદરવાજા જર્જરિત આવાસોમાં વીજ કનેક્શન અને ડ્રેનેજ કાપવા ગયેલા પાલિકાના કર્મીઓને મહિલાઓએ ભગાડ્યા હતા. લિંબાયત ઝોનના ટેક્નિકલ આસિટન્ટ નિરવ પટેલને મહિલાઓએ ચારે તરફથી ઘેરી લીધા હતા. જોકે, પૂર્વ નગરસેવક સાયકલવાલાની મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. થોડા દિવસો અગાઉ પાલિકાની ટીમ સિલિંગ માટે જતાં તેઓને ભારે વિરોધને પગલે ભાગવું પડ્યું હતું.

માન દરવાજા એ-ટેનામેન્ટના 320 જેટલા આવાસો વર્ષોથી જર્જિરત હાલતમાં હોવાને કારણે અહિંયા વસવાટ કરતાં પરિવારોના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. ધારાસભ્ય, સ્થાનિક નગરસેવકોએ મધ્યસ્થી કરીને સ્થાળાંતર માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ અસરગ્રસ્તોને વડોદ સ્થિત જર્જરિત આવાસમાં શિફટિંગ કરવાનું જણાવતા વિરોધ થયો હતો.

અસરગ્રસ્તોનું કહેવું છે પહેલા જર્જરિત આવાસમાં રિપેરીંગ સાથે પાણી, ડ્રેનેજ સહિતની સુવિધા તો ઉભી કરો ત્યારબાદ શિફટીંગ કરો.અગાઉ માનદરવાજા ટેનામેન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 90 મકાનોને સીલ મારતા મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...