મારી પત્ની તાપી નદીમાં આપઘાત કરવા જાય છે સાહેબ, તેને બચાવી લો, હું તેનો પતિ બોલું છું તેણે મારી સાથે કોલ પર વાત કરી આપઘાત કરવા જતી હોવાની જણાવ્યું છે. આ કોલ પોલીસના 100 નંબર પર આવ્યો હતો. પોલીસે આ કોલને ગંભીરતાથી લઈ તાત્કાલિક ડિંડોલી પીઆઈ ઝાલાને જાણ કરી હતી.
જેથી પીઆઈ ઝાલાએ તેના ડીસ્ટાફ સહિત તમામ પોલીસ સ્ટેશનઓને મહિલાનો ફોટો તેમજ તાપી નદીમાં આપઘાત કરવા જાય છે એવો મેસેજ પાસ કરી દીધો હતો. જેના કારણે તાપી નદીના બ્રિજની આસપાસ પોલીસ એલર્ટ થઈ હતી. દરમિયાન ટ્રાફિક પોલીસ અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે તૈનાત હતી. તેજ સમયે પોલીસકર્મી પાસે મહિલાનો ફોટો હતો.
આપઘાત કરવા જતી મહિલા ત્યાંથી પસાર થતી હતી જેથી ટ્રાફિક પોલીસે ફોટોના આધારે મહિલાને ઓળખી લીધી અને તેને આપઘાત કરવા જાય તે પહેલા બચાવી લીધી હતી. મહિલા અડાજણ સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં આપઘાત કરવા જતી હતી. ટ્રાફિક પોલીસે મહિલાને સમજાવી સ્થાનીક પોલીસને સોંપી દીધી હતી.
આ ઘટના બુધવારે બપોરે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે બની હતી. મહિલાનું નામ ગાયત્રી છે અને તે ડિંડોલી વિસ્તારમાં રહે છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેના કારણે પત્ની આપઘાત કરવા જઈ રહી હતી. પરતંુ તે પહેલાં બચાવી લેવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.