અકસ્માતના LIVE દૃશ્યો:સુરતમાં સ્કૂલ બસે રિવર્સ લેતી વખતે મહિલાને કચડી નાખી, પગના થાપાના ભાગે ફ્રેક્ચર અને પાસળી ભાંગી

સુરત3 મહિનો પહેલા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં રહેતી મહિલાને સ્કૂલ બસે અડફેટે લીધી હતી. મહિલા દુકાને સામાન ખરીદવા જઈ રહી હતી તે દરમિયાન રિવર્સમાં આવતી સ્કૂલ બસ માથેથી ફરી વળી હતી. મહિલા નીચે પડી ગયા બાદ સ્કૂલ બસ સાથે ઘસડાઈ હતી. બાદમાં મહિલાના પગ પરથી આગળનું ટાયર ફરી વળ્યું હતું. જેથી પગના થાપા અને પાસળીઓમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બીજી તરફ બસ ચાલક સામે ફરિયાદ નોંધી અમરોલી પોલીસ તપાસ હાથ ધરી છે.

મહિલા પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું.
મહિલા પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું.

મહિલા સામાન ખરીદવા ગયા હતા
મોટા વરાછા ખાતે આવેલા પનવેલ પોઈન્ટ પાસે વ્હાઈટ હાઉસ રેસીડેન્સીમાં રહેતા નીતાબેન રજનીભાઈ ધનજીભાઈ સખરેલીયા(ઉ.વ.આ.42)ના ઘરેથી દુકાને પાઉં લેવા માટે ગયા હતાં. તે દરમિયાન પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદીપ સ્કૂલની બસ નંબર જીજે 06 એએક્સ 0198ના ડ્રાઈવરે તેની બસ રિવર્સમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહિલાને ટ્કકર મારી હતી. બાદમાં થોડે દૂર સુધી મહિલાને ઢસડી હતી.

બસનો ડ્રાઈવર ભાગી જવા પ્રયાસ કરતાં સ્થાનિકોએ ઝડપી લીધો હતો.
બસનો ડ્રાઈવર ભાગી જવા પ્રયાસ કરતાં સ્થાનિકોએ ઝડપી લીધો હતો.

ટાયર ફરી વળતા ઈજાઓ પહોંચી
મહિલા બસની ટક્કરથી પડી ગયા બાદ બસનું ટાયર મહિલા ઉપર ફળી વળતા મહિલાને થાપાના વચ્ચેના ભાગે ફ્રેક્ચર થયું હતુ. તથા જમણી બાજુની એક પાસળી અને ડાબી બાજુની સાત પાસળીના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. બાદમાં મહિલાને સારવાર માટે ખસેડી બસ ચાલક સામે અમરોલી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...