નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરીનો થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ધુલીયાથી પ્રસૃતિ માટે લિંબાયત મારૂતી નગરમાં પિયરમાં આવેલી પ્રસુતા સાયના રફિક પીંજારીને મંગળવારે મળસ્કે પ્રસવ પીડા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં નોર્મલ પ્રસૃતિ ન થતા બપોરે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી અને સીઝર પ્રસૃતિ બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો.
પ્રસૃતિની ગણતરીની મિનિટ બાદ હજી પરિવાર નવજાતનો ચહેરો વ્યવસ્થિત જુએ તે પહેલા જ ઓપરેશન થિયેટરની બહારથી એક અજાણી મહિલા નવજાતને તફડાવી પલાયન થઈ ગઈ હતી. અજાણી મહિલા નવજાત બાળકની ચોરી કરી પલાયન થઈ જતા સિવિલ હોસ્પિટલનો સિક્યુરીટી સ્ટાફ દોડતો થઈ ગયો હતો. જોકે, ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવવાની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ દોડી ગઈ હતી.
મહિલાએ સિવિલના કેમેરાની રેકી કરી હતી
સિવિલના સીસીટીવીમાં આ અજાણી મહિલા કેદ થઈ હતી. સિવિલમાં અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં પોતાનો ચહેરો કેદ ન થાય તે બાબતે મહિલાએ ખાસ તકેદારી રાખી હોવાનું અને કેમેરાની સામે આવતા પહેલા ચહેરા પર દુપટ્ટો ઢાંકતી હોવાથી મહિલા અગાઉથી રેકી કરીને બાળકની ચોરી કરવા માટે આવી હોવાની શક્યતા છે.
લેબરરૂમ-ઓટીમાં મદદ કરી વિશ્વાસ કેળવ્યો
સિવિલના સીસીટીવીમાં આ અજાણી મહિલા કેદ થઈ હતી. સિવિલમાં અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં પોતાનો ચહેરો કેદ ન થાય તે બાબતે મહિલાએ ખાસ તકેદારી રાખી હોવાનું અને કેમેરાની સામે આવતા પહેલા ચહેરા પર દુપટ્ટો ઢાંકતી હોવાથી મહિલા અગાઉથી રેકી કરીને બાળકની ચોરી કરવા માટે આવી હોવાની શક્યતા છે.
યુવકે મહિલાનો દુપટ્ટો પડ્યાનું ધ્યાન દોર્યું
પોલીસે સિક્યુટીરી સ્ટાફને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં સિવિલ કેમ્પસની બહાર ચાર રસ્તા નજીકથી પોલીસને મહિલાએ મોઢુ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલો દુપટ્ટો મળી આવ્યો હતો. પુછપરછ દરમિયાન મહિલાનો દુપટ્ટો પડી ગયા બાદ એક યુવકે ધ્યાન પણ દોર્યું હતું. જોકે, તેમ છતા દુપટ્ટો લેવા માટે આ મહિલા ઉભી રહી ન હતી અને વાહનમાં ફરાર થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.