તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:મફતમાં અનાજ મેળવવામાં મહિલાએ સોનાની ચેન, ફોન અને રોકડા ગુમાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગણપોરની મહિલાને 3 ઠગોએ વિશ્વાસમાં લઈ છેતર્યા
  • થેલીમાં વસ્તુ મુકાવી નજર ચૂકવી ચોરી કરીને નીકળી ગયા

સિંગણપોરમાં મહિલાને મફતમાં અનાજ આપવાની લાલચ આપી ત્રણ ગઠિયા મહિલાની નજર ચૂકવીને તેની સોનાની ચેન, ફોન અને રોકડ લઈને નાસી ગયા હતા. જેથી મહિલાએ સિંગણપોર પોલીસમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કતારગામની ધ્રુવતારક સોસાયટીમાં આવેલા રઘુવીર એપાર્ટ.માં રહેતી લીલાબેન સુમરા સોમવારે ઘરે જતી હતી ત્યારે રસ્તામાં 3 ગઠિયાએ લીલાબેનને કહ્યું કે ગુરૂકુળમાં મફતમાં અનાજ મળી રહ્યો છે.

તમે લઈ લો. લીલાબેન ગઠિયાઓની વાતોમાં આવી જતા તેઓએ લીલાબેનને એક થેલી આપી હતી અને કહ્યું કે તેમાં દીકરાઓ માટે નાસ્તો છે. ગઠિયાઓએ મહિલાને કહ્યું કે તમે તમારી ચેન ઉતારીને થેલીમાં મુકી દો નહીં તર શેઠાણી અનાજ નહીં આપશે. એકે મદદ કરવાનું કહીને થેલી લઈ લીધી. દરમિયાન ગઠિયાએ નજર ચૂકવી થેલીમાંથી લીલાબેનની સોનાની ચેન, ફોન અને રોકડા કાઢી લીધા હતા. ઠગોએ ‘અમે શેઠાણીને લઈને આવીએ છે, તમે બેસો’ કહી નીકળી ગયા હતા. મહિલાએ થેલી જોતા તેમાં વસ્તુ ન હતી.

અન્ય સમાચારો પણ છે...