સુરત / મહિલા વકીલે ફાંસો ખાઈ આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ મારી દીધો

The woman lawyer committed hanging suicide,  phone format before committing suicide in surat
X
The woman lawyer committed hanging suicide,  phone format before committing suicide in surat

  • ફોન પર વાત કરતા કરતા બેડરૂમમાં ગયા બાદ આપઘાત કર્યો
  • મહિલા વકીલના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:29 PM IST

સુરત. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ તપાસમાં મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આપઘાતનું કારણ પણ અકબંધ છે.

પરિવારને લટકતી હાલતમાં મળી આવી
અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા(ઉ.વ.27) પરિવાર સાથે રહેતી હતી અને વકીલ હતી. ગતરોજ સવારે ઘરે ફોનમાં વાત કરતા કરતા બેડરૂમમાં ગઈ હતી. ત્યારબાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. થોડા સમય બાદ પરિવારજનોને ધૃતિ બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલા વકીલે આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાનો ફોન ફોર્મેટ મારી દીધો હતો. જેથી તે કોની સાથે વાત કરી રહી હતી તે જાણ થઈ નથી. તેના આપઘાતનું કારણ પણ હાલ અકબંધ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેના પિતા હીરા દલાલ છે. મૃતકની અન્ય બે બહેનો અને એક ભાઈ છે. બે મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી