તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડોદરાના અકળામુખી હનુમાનજી નજીક આવેલા ખાડી ફળિયામાં પિયર આવેલી શબનમ ખાનને 14 દિવસની સારવાર દરમિયાન કોરોનાને હરાવીને આજે તેને હોસ્પિટલમાથી રજા મળી ગઈ હતી અને શબનમ ખાન પરત આવતા નગરજનો અને ફળિયાના લોકોએ પુષ્પ વર્ષાથી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નગરજનો અને ફળિયામાં રહેતા લોકોએ પુષ્પ વર્ષાથી સ્વાગત કરીને ઉત્સાહભેર વધાવી
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ સુરત સબ જેલમાંથી પેરોલ પર છૂટીને પોતાના ઘરે આવ્યા બાદ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ચાંદ ખાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારબાદ પત્ની સબનમ ખાન તેના ચાર મહિનાના પુત્ર સાથે ગત તા.28 રોજ પલસાણા તાલુકાના કડોદરામાં આવેલા અકળામુખી હનુમાન મંદિર નજીક ખાડી ફળિયામાં તેના પિયર તેની માતાના ઘરે રહેવા આવી હતી. દરમિયાન ગત તા. 30 એપ્રિલ 2020ના રોજ શબનમ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે સમગ્ર પલસાણા તાલુકા અને કડોદરા નગરનો પહેલો પોઝિટિવ કેસ નોધાયો હતો. જેથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. જ્યાં તેની 14 દિવસની સારવાર દરમિયાન કોરોનાને હરાવીને આ જીવલેણ રોગને માત આપીને પાછા ફરી હતી. સબનમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. જેથી સૌએ હાશકારો અનુભવ્યો હતો અને શબનમ ખાન કડોદરા નગરમાં પોતાના ઘરે પરત ફરતા નગરજનો અને ફળિયામાં રહેતા લોકોએ પુષ્પ વર્ષાથી સ્વાગત કરીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. કડોદરા વિસ્તારમાં પહેલો કેસ પોઝિટિવ આવતા લોકો ભયભીત થઈ ગયા હતા પરંતુ આજે શબનમ ખાને કોરોનાને હરાવીને માત આપીને સ્વસ્થ થાયને પરત ફરતા આ વિસ્તારનો પહેલો કેસ પોઝિટિવ માથી રિકવર થતા પોલિસ તંત્ર અને આરોગ્ય વિભાગ વહિવટી તંત્રે તેમજ નગરજનોએ રાહતનો દમ લીધો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.