આપઘાત:વરાછામાં પતિનું કામ બંધ થઇ જતાં મહિલાએ આપઘાત કર્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં લોકડાઉનના પગલે પતિ અને પુત્રનો કામ બંધ થઇ જતાં નાના વરાછાની આધેડ મહિલાએ અનાજમાં નાખવાની ટીકડી ગળી જઇ આત્મહત્યા કરી હતી. મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની અને હાલ નાના વરાછાના જલારામ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય દક્ષાબેન માવાણીએ શુક્રવારે વહેલી સવારે ઘરે અનાજમાં નાખવાની ટીકડી પી લીધી હતી.પરિવારને ઘટનાની જાણ થતા સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દક્ષાબેનને સંતાનમાં 1 પુત્ર છે.પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે એની ચિંતામાં દક્ષાબેને આત્યંતિક પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...