કાર્યવાહી:મહિલા એકાઉન્ટન્ટે રૂ.9.50 લાખ રૂપિયાની ઉચાપત કરી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા વરાછામાં કામ કરતી યુવતી અને તેના ફિયાન્સની ધરપકડ કરાઈ

મોટા વરાછા આસ્થા સ્કેવરમાં સ્ટોક માર્કેટની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી યુવતીએ તેના ફિયાન્સ સાથે મળી ઓફિસમાંથી 9.50 લાખની રકમની ઉચાપત કરી છે. અમરોલી પોલીસે સ્ટોક માર્કેટનું કામ કરતા વિજય ભડીયાદરાની ફરિયાદના આધારે એકાઉન્ટન્ટ ખુશાલી ભૂપત રાખોલીયા(સુખ રેસિડન્સી,વેલંજા) અને તેનો ફિયાન્સ આકાશ મુકેશ નાકરાણી(સાંકેતધામ,વરાછા)સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંનેને કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ વિજય ભડિયાદરાને ત્યાં ખુશાલી એકાઉન્ટન્ટ તરીકે ગ્રાહકોના ડેટા અને સ્ટોર માર્કેટની ફી સહિતનો હિસાબ રાખતી હતી. ફીની રકમ વિવિધ પે એપ મારફતે લેતી હતી. માલિક બિમાર પડતા તેમની ગેરહાજરીમાં ખુશાલી તમામ હિસાબ સંભાળતી હતી જુલાઇથી ઓકટોબર-2021 સુધીમાં કંપનીમાં 42 લાખની રકમ બતાવતી હતી પરંતુ ઓફિસના ખાતામાં 22 લાખ હતા. જેથી માલિકે તપાસ શરૂ કરી હતી.

ગ્રાહકો દ્વારા એપથી જમા કરાવાતા રૂપિયા કંપનીના ખાતાને બદલે ખુશાલના ખાતામાં આ રીતે 4.50 લાખ જમા થયા હતા. તે રકમ માલિકને આપવાની વાત કરી હતી બાકીના રૂપિયાનો હિસાબ ન આપી ખુશાલીએ તેના ફિયાન્સ સાથે મળી 9.50 લાખની ઉચાપત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...