તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની કોઈ કમી રહેશે નહીં. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ 14મીએ સવારે 10 વાગ્યા સુધી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ 4 વાગ્યા સુધી 8થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સાંજે 4 પછી ફરી પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાક થઇ જશે. દિવસ દરમિયાન પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે તેમજ સાંજે પવનની દિશા ઉત્તરની રહેશે.
ડબગરવાડમાં રાત્રે પગ મુકવાની પણ જગ્યા નહીં
કોરોનામાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણીથી વંચિત રહેલા સુરતીઓએ ઉત્તરાયણને મનમુકીને ઉજવવાનું નક્કી કરી લીધું છે. તેની સાબિતી આ તસવીર આપી રહી છે. બુધવારે રાત્રીના નવ કલાકે ડબગરવાડ પતંગ બજાર ખાતે પતંગ પ્રેમીઓની એવી ભીડ જામી હતી કે રસ્તા પર પગ મુકવાની પણ જગ્યા ન હતી. જો કે રાત્રીના 10 વાગ્યા પછી સુરત પોલીસે બજાર બંધ કરાવ્યુ હતું. } હેતલ શાહ
એક્સપર્ટ વ્યૂ - ટાઇટ કામડીવાળી પતંગ ચગાવજો
1 દોરી પર 500 પતંગ ચગાવનાર વિઠ્ઠલભાઈ દેલવાડિયા જણાવે છે કે, આજે બાજુનો પવન હોય તે બાજુ દબાણને લીધે પતંગ વધુ નમી જાય છે. આવી સ્થિતિમાં જે તરફ પતંગ નમે છે એના બીજી બાજુની કામડીને વાંકી કરવી. જેનાથી દબાણ બેલેન્સ થઈ જશે અને પતંગ સીધો ઉડશે. એ સાથે જ આવા પવનમાં ટ્રાયએંગલ શેપવાળી પતંગ ચગાવશો તો તે સારી રીતે ઉડશે. રોલર ટાઇપની 2 પીસ વાળી પતંગ પણ આ પવનમાં ઉડાવી શકાય છે. જોકે સવારે અને સાંજે પવનની ગતિ 15 હોવાથી ટ્રેઈન કાઇટ ઉડાવી શકાશે નહીં. એનું ભાર વધી જશે. એને ચગાવવા માટે પવન 8 કિમી પ્રતિ કલાકથી નીચે હોવો જોઇએ. આવો પવન હોય ત્યારે વચ્ચેનો ડટ્ટો, કામડી અને પેપરનું ટાઈટ હોવું ખૂબ જ જરૂરી છે નહીં તો બેલેન્સ નહીં રહેશે અને પતંગ એક દિશામાં વારંવાર નમી જશે. પવનની ગતિ 10 સુધી કે તેનાથી વધારે હોય તો 1 થી 1.5 ફૂટ સુધીનો પતંગ જ ચગાવી શકાય છે. એનાથી વધારે સાઇઝની પતંગ ઉડાવશો તો ભાર વધી જશે અને પતંગને બેલેન્સ કરવું ખૂબ જ અઘરું થઈ જશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.