તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Wind Power Plant Will Be Built At A Cost Of Rs 35 Crore, With An Estimated Reduction Of Rs 5.40 Crore In Electricity Bills

કામગીરી:35 કરોડના ખર્ચે વિન્ડ પાવર પ્લાન્ટ બનશે, 5.40 કરોડ વીજબિલમાં ઘટાડાનો અંદાજ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત મનપાની ફાઈલ તસવીર - Divya Bhaskar
સુરત મનપાની ફાઈલ તસવીર
  • પાણી પુરવઠા-સુએઝ ડિસ્પોઝલના વીજ જોડાણ માટે 4.2 મેગા વોટનો પ્લાન્ટ

સુરત મનપાએ વધુ એક 4.2 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનું અને 10 વર્ષ સુધી મરામત્ત નિભાવ માટે સોંપવા ક્વાયત હાથ ધરી છે. આ પ્લાન્ટ માટે કેપીટલ ખર્ચ 27 કરોડ અને 5.45 કરોડ મરામત્ત નિભાવ ખર્ચ મળી કુલ 35 કરોડનો અંદાજ છે. શુક્રવારે મળનારી લાઇટ એન્ડ ફાયર સમિતિમાં મંજૂરી માટેનું કામ રજૂ થશે. શહેરમાં હદવિસ્તરણ સાથે સતત વસ્તી વધારાથી પાણી પુરવઠો, સુએઝ વોટર ડિસ્પોઝલ તેમજ અન્ય યુટીલીટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષ 2019-20માં વીજ વપરાશ 22 કરોડ યુનિટ છે જે પાલિકાના કુલ વીજ વપરાશના 27 કરોડ યુનિટના 80 ટકા છે. હાલ 96 એચટી વીજ જોડાણ પૈકી 70માં વિન્ડ પાવર પ્લાન્ટ થકી ઉત્પન્ન વીજ વપરાશ કરાય છે. વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપના પહેલા તમામ એચટી કનેક્શનો વીજ વપરાશ માટે લાંબા ગાળા માટે યોગ્ય છે કે કેમ તે અંગે બાકી એચટી કનેક્શનો માટે વિભાગની સંમતિ પણ લેવાશે.આ પ્રોજેક્ટમાં પ્રથમ વર્ષે 5.40 કરોડ વીજબિલમાં ઘટાડો થશે તેવો અંદાજ પણ મંડાયો છે.

5 સ્થળે પાવર પ્લાન્ટ
દેશમાં પ્રથમ સુરત મનપાએ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવાની શરૂઆત કરી હતી. ગત 2 નવેમ્બર 2010ના રોજ 3 મેગાવોટની ક્ષમતાના પ્રથમ વીજ પાવર પ્લાન્ટ્સ સ્થાપનાથી લઇ 31 માર્ચ 2019 સુધીમાં પોરબંદર, જામનગર અને કચ્છમાં 5 સ્થળોએ 32.4 મેગા વોટ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. હવે છઠ્ઠાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...