મેઘ મહેર:13 કિમીની ઝડપે પવન ફૂંકાયા, 2 ઇંચ વરસાદમાં જ શહેર તરબોળ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયાદેવી મંદિર પાસેથી ખળખળ વહેતી પૂર્ણા નદી પાસે કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડાર્યું હતું - Divya Bhaskar
માયાદેવી મંદિર પાસેથી ખળખળ વહેતી પૂર્ણા નદી પાસે કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડાર્યું હતું
  • સતત બીજા દિવસે મીઠીખાડી, સીમાડા, ભેદવાદ ખાડીના સ્તરમાં વધારો
  • શહેરમાં 13 જગ્યાએ ઝાડ પડ્યાના બનાવો

શહેરમાં સવારે ધીમીધારે બાદ સાંજે અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસભર કાળાડિંબાગ વાદળો ઘેરાયા હતા. જિલ્લામાં વરસાદના લીધે સતત બીજા દિવસે મીઠીખાડી, સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તરમાં વધારો નોંધાયો હતો. 24 કલાકમાં શહેરમાં 2 ઇંચ અને જિલ્લામાં 0.7 ઇંચ સુધી વરસાદ પડયો હતો. શહેરમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 2 ઇંચ અને ઓછો ઉધનામાં 1 ઇંચ વરસાદ પડયો હતો. જિલ્લામાં ઓલપાડમાં 0.7 ઇંચ વરસાદ પડયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 26.4 ડિગ્રી હતું. ભેજનું પ્રમાણ 97 ટકા હતું. જ્યારે દક્ષિણ દિશાથી 13 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા. શહેરનો મૌસમનો કુલ વરસાદ 342 મીમી થયો છે.  જુલાઇ 2020ના પ્રથમ અઠવાડિયામાં 6.2 ઇંચ જેટલો વરસાદ થઇ ગયો છે.

ગત વર્ષ કરતાં માત્ર 8 મીમી ઓછો વરસાદ
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 342 મીમી વરસાદ વરસી ગયો છે. ગત વર્ષે 7 જુલાઇ સુધીમાં 350 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ગત વર્ષની સરખામણીએ હાલમાં માત્ર 8 મીમી જ ઓછો વરસાદ થયો છે. 

વરસાદની મજા માણવા સુરતીઓ પહોંચ્યા વ્યારાના જંગલમાં
કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વરસાદી માહોલનો આનંદ લેવા માટે સુરતીઓ વ્યારા નજીક ભેંસકાતરી ખાતે પહોંચી ગયા હતા. 

ઉકાઇ ડેમ
સપાટી - 319.43 ફુટ
ઇનફલો-આઉટફલો 6499 ક્યુસેક
કોઝવે - 4.99 મી.

શહેરનો વરસાદ
સેન્ટ્રલ ઝોનમાં 47 મીમી, વરાછા-એમાં 41 મીમી, વરાછા બી 45 મીમી, રાંદેરમાં 34, કતારગામ 37 મીમી,  ઉધનામાં 24 મીમી, સાઉથઇસ્ટ ઝોનમાં 28 મીમી, અઠવામાં 44 મીમી

ખાડીઓની સ્થિતિ
ખાડીલેવલભયજનક
કાકરા56.50
ભેદવાડ5.206.75
મીઠીખાડી6.557.75
ભાઠેના5.307.70
સીમાડા2.60-
(મીટરમાં)

આવતા 48 કલાક વરસાદ રહેશે
સૌરાષ્ટ્ર લો પ્રેશર એરિયા બન્યું છે. જેથી  રાજ્યમાં વરસાદની એક્ટિવિટી થઇ રહી છે. આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઘટશે. - દેવચરણ દુબે, નિવૃત હવામાન અધિકારી

અન્ય સમાચારો પણ છે...