લિંબાયતની ઘટના:પત્નીએ કિશોરીને આશરો આપ્યો ને પતિએ રેપ કર્યો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાઈ લાજપોર જેલમાં જતા કિશોરી મહિલાના ઘરે રહેવા ગઈ હતી

લિંબાયતમાં રહેતી કિશોરીનો ભાઈ લાજપોર જેલમાં જતા ભાઈની ઓળખીતી મહિલા જોડે તેના ઘરે રહેવા ગઈ હતી. જયા ભાઈની ઓળખીતી મહિલાના પતિએ કિશોરી પર રેપ કર્યો હતો. લિંબાયતના શ્રમ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનો ભાઈ હાલમાં લાજપોર જેલમાં ગંભીર ગુનામાં ગયો છે. આથી કિશોરી ઘરે એકલી હતી. આથી ભાઈએ તેને ઓળખીતી મહિલાના ઘરે રહેવાની વાત કરી હતી.

કિશોરી ઓળખીતી મહિલાના ઘરે રહેતી હતી તે વખતે મહિલાના પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ મોઢું દબાવી કપડા ઉતારી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ નરાધમે કિશોરીના નગ્ન ફોટા બતાવી બ્લેકમેલીંગ કરી અવાર નવાર રેપ કરતો હતો. છેવટે કંટાળીને કિશોરીએ ભાઈને વાત કરી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે કિશોરીની ફરિયાદ લઈ સોહલ ઉર્ફે ગુન્ડે સામે રેપ અને પોક્સો એકટનો ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...