તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સ્ટેશનમાં હંગામો:છેતરપિંડીના આરોપીની પત્ની અને દીકરાએ પોલીસ સ્ટેશન માથે લીધું

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલાબતપુરા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો

સલાબતપુરા પોલીસે મંગળવારે છેતરપિંડીના આરોપીને પકડ્યો હતો. આરોપીની પત્ની અને તેના દીકરાએ તેને છોડી દેવા માટે પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા સલાબતપુરામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ 4.48 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્રણમાંથી એક આરોપી રાજેન્દ્ર યાદવ( રહે. આસારામ નગર ભેસ્તાન ચોકડી, જીયાવ રોડ)ની અટકાયત કરી હતી. તેનો કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા. તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો.

બુધવારે રાજેન્દ્રની પત્ની નીના અને દીકરો પલ આવ્યો હતો. બંનેએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. નીના કહેતા હતી કે તમે કેમ મારા પતિને છોડતા નથી. પલ કહેતો કે તમે કેમ મારા પિતાને છોડતા નથી, તમારો પટ્ટો ઉતરાવી દઈશ. તમને સસ્પેન્ડ કરાવી દઈએ એવી ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...