વાતાવરણ:કાલથી 5 દિવસ વાદળછાયું વાતાવરણ 7થી 9 વચ્ચે શહેરમાં ઝાપટાં પડી શકે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમથી વાતાવરણ પલટાશે - Divya Bhaskar
સમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમથી વાતાવરણ પલટાશે
  • મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી આસપાસ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમની અસરથી શુક્રવારથી 5 દિવસ શહેરમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. જ્યારે 7થી 9 નવેમ્બર દરમ્યાન કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થતા વહેલી સવારે ફરી હળવી ઠંડીની અસર જોવા મળી રહી છે. જો કે અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને લઇ દરિયાઇ પવનની પેટર્ન થતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો અને રાત્રે ગરમાટો રહેશે.

અન્ય સમાચારો પણ છે...