લો પ્રેશર સિસ્ટમ સક્રિય:27થી 1 ડિસેમ્બર સુધી ફરી વાતાવરણ વાદળછાયું રહેશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતીઓએ ઠંડી માટે હજુ રાહ જોવી પડશે

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ મૂવ થઇ છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને લઇ બપોરે ઘણા વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. તથા મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી ઘટી 32.5 ડિગ્રી નોંધાયું હતું.

રાત્રિનું તાપમાન 26 ડિગ્રીને પાર થઇ જતાં ઉકળાટ-બફારાની સ્થિતિ સર્જાઇ છે. હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું કે, 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે ફરી વાતાવરણ બદલાશે. બંગાળની ખાડીમાં સિસ્ટમને લઇ વાદળછાયું વાતાવરણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...