હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે ફરી એકવાર વરસાદી ઝાપટા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિલ્હીગેટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમજ અન્ય વિસ્તારોની અંદર પણ હળવા ઝાંપટા જોવા મળ્યા હતા. ખેડૂતો સૌથી વધારે ચિંતામાં હોય તે પ્રકારનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. વાતાવરણ પહેલાની માફક ફરીથી ખુલી જાય તેઓ ખેડૂતોએ ઇચ્છિ રહ્યા છે.
ડીપ ડિપ્રેશનની અસર
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં જબરજસ્ત પલટો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહની અંદર જે રીતે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ખાબકતા ચોમાસું ફરી શરૂ થઈ ગયું હોય તે પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરંતુ, સાથોસાથ બફારો પણ અનુભવાતો હતો.
ખેડૂતોમાં ચિંતા
જિલ્લામાં પણ આજે સવારથી જ બફારો થઈ રહ્યો હતો. અલગ-અલગ તાલુકામાં નામ માત્રનો વરસાદ હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદને કારણે દક્ષિણ ગુજરાત નો મુખ્ય ભાગ એવા શેરડીના આપણી ઉપર પણ તેની અસર થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.