સુવિધા:સુરતની ઇકો સિસ્ટમ શ્રેષ્ઠ હોવાથી ટેક્સટાઇલ પાર્કનો માર્ગ મોકળો થયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેગા પાર્ક માટે સરકારે માંગેલા પેરામીટર સંપૂર્ણ મેચ થયા
  • પાર્ક બનાવવા​​​​​​​ માટે10 રાજ્યોએ રસ દાખવ્યો છે

2020-21ના કેન્દ્રિય બજેટમાં દેશમાં 7 મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરાઇ હતી. શનિવારે કેબિનેટ દ્વારા મેગા ટેક્સટાઈલ પારની ગાઈડ લાઈન્સ બહાર પડાઇ છે. ગાઈડ લાઈન્સમાં જે શહેરમાં ટેક્સટાઈલની ઈકો સિસ્ટમ હોય ત્યાં પાર્ક સ્થાપવા જણાવાયું છે. સુરત પાસે ટેક્સટાઈલ ચેઈનની સંપૂર્ણ ઈકો સિસ્ટમ હોઇ સુરતને પાર્ક મળવાની શક્યતા ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરાઇ છે. આ પાર્ક બનાવવા પંજાબ, આંધ્રપ્રદેશ, એમપી, ઓડિશા, તામિલનાડુ, આસામ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતે રસ દાખવ્યો છે. સુરત માટે ે પ્રપોઝલ મોકલાઇ છે.

પાર્ક માટે એક હજાર એકર જમીન જરૂરી
પાર્ક બનાવવા 1000 એકર જમીન હોવી જોઈએ. જેમાં 50 ટકા જમીન મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે, 10 ટકા જમીન કર્મચારીઓના આવાસ અને હોસ્પિટલ ઉભી કરવા , 5 ટકા લોજીસ્ટિક, આઈસીડી બોન્ડેડ વેર હાઉસ માટે કરવાનો રહેશે. 20 ટકા જમીનનો ઉપયોગ યુટીલિટી માટે અને 10 ટકા જમીનનો ઉપયોગ કન્વેનશન માટે કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...