આયોજન:નવી સિવિલમાં મેડિસીનના વોર્ડ કિડની બિલ્ડિંંગમાં શિફ્ટ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં જર્જરિત બિલ્ડિંગના 4-5 વખત પોપડા ખર્યા હતા

સિવિલ હોસ્પિટલના જર્જરીત બિલ્ડીંગના સ્લેબના પોપડા પડી રહ્યા હોવાથી સિવિલના સૌથી વધુ જર્જરીત એચ બ્લોકના તમામ વોર્ડનું શીફ્ટીંગ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. પ્રથમ તબક્કામાં મેડિસીન વિભાગના ચારેય વોર્ડ કિડની બિલ્ડીંગમાં શિફ્ટ કરાશે. ધીમી ધીમે અન્ય વિભાગ માટે વ્યવસ્થા થયા બાદ તેમને પણ કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં શીફ્ટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

સિવિલ ના જર્જરીત બિલ્ડીંગના પોપડા તુટી પડવાની અવાર નવાર બની રહેલી ઘટના બાદ સિવિલ હોસ્પિટલના સૌથી જર્જરીત એચ બ્લોક ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે મેડિસીન વિભાગના 4 વોર્ડ તાત્કાલિક અસરથી કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં શીફ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી બે દિવસમાં મેડિસીન વિભાગના ચારેય વોર્ડમાં દાખલ 320 દર્દીઓને કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં શીફ્ટ કરી દેવામાં આવશે.

ત્યાર બાદ ખાલી થયેલા મેડિસીન વિભાગના વોર્ડમાં એચ બ્લોકમાં કાર્યરત અન્ય વિભાગના વોર્ડ શીફ્ટ કરી દેવામાં આવશે. કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ સર્જરી સહિતના વિભાગો પણ ધીમે ધીમે શીફ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. છેલ્લા પંદર દિવસમાં સિવિલના જર્જરીત બિલ્ડીંગના 4થી વધુ વખત પોપડા પડવાની ઘટના બની હતી.

10 માળની નવી બિલ્ડિંગ બાંધવા પ્રપોઝલ
જુના જર્જરીત બિલ્ડીંગની જગ્યાએ નવું બિલ્ડીંગ બનાવવાનું આયોજન પણ થઈ રહ્યું છે. જર્જરીત બિલ્ડીંગ ખાલી થયા બાદ તેની જગ્યાએ ૧૦ માળનું નવું હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. જેના માટે હોસ્પિટલ તંત્ર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં પ્રપોઝલ પણ મુકી દેવાયું છે. જેને મંજુરી મળ્યા બાદ નવુ બિલ્ડીંગ બનાવવા માટેની પ્રોસીજર હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...