સૌરાષ્ટ્રવાસીઓની બહુમતીવાળી 160-સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ફરી એકવાર કાંતિ બલરને મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે પક્ષે કોંગ્રેસે અશોક અધેવાડાને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ અહીંથી આપ શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે વિકાસ,કોંગ્રેસે મોંઘવારી અને આપની ગેરંટીનો મુદ્દો સુરત ઉત્તર બેઠક પર કુલ 163124 મતદારો ધરાવતી આ બેઠક પર 86059 પુરુષ, 77053 સ્ત્રી અને 12 અન્ય વોટર છે. અહીં મતદારો અલગ અલગ ધર્મમાં વહેંચાયેલા છે. સુરતના કોટ વિસ્તારનો કેટલોક ભાગ સુરત ઉત્તર વિધાનસભામાં આવતો હોવાને લીધે અહીં મુસ્લિમ મતદારો પણ મોટી સંખ્યામાં છે. એક સમયે કોંગ્રેસની બેઠક ગણાતી સુરત ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર જીતવાની સાથે જ અજય ચોક્સીને બાદ કરતા સૌરાષ્ટ્રવાસી ધારાસભ્ય બનતા રહ્યા છે. અસ્તિત્વમાં આવતાની સાથે જ 1990થી ભાજપની બની ગયેલી આ બેઠક પર જીતનું માર્જિન 25 હજાર આસપાસ જ રહે છે. આ જ શક્યતાને ધ્યાને રાખી ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આપ અહીં જીતની શક્યતા જોઈ રહી છે.આ બેઠક પર 35 હજારથી વધુ મુસ્લિમ વોટ છે જ્યારે 60 હજારથી વધુ કોટ વિસ્તારના છે.બાકીના મતદારોમાં સૌરાષ્ટ્રવાસી મતદારો છે.
ત્રણેય પક્ષો તરફથી વોટરને આકર્ષવા જંગ સુરતની 12 બેઠકો પૈકી મહત્વની ગણવામાં આવતી સુરત ઉત્તર બેઠક પર ભાજપમાંથી લડી રહેલા કાંતિ બલર ભાજપે કરેલા વિકાસ કામો પર ઘરે ઘર જઈ રહ્યા છે અને પોતે પાંચ વર્ષમાં કરેલા કામો ગણાવી રહ્યા છે. જ્યારે સામી બાજુ કોંગ્રેસના અશોક અધેવાડા મોંઘવારી સહીતના મુદ્દા લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આવી જ રીતે આમ આદમી પાર્ટીના નાવડીયા અહીં દિલ્હી મોડેલ બતાવી રહ્યા છે અને ગેરેન્ટી ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે.
અહીં મનપાને સંબંધિત સમસ્યાઓ વધુ સુરત ઉત્તર બેઠકમાં આવતા વિસ્તારોમાં મુખ્યત્વે ટ્રાફિક અને રોડ રસ્તા સહીતની સમસ્યાઓ સામાન્ય છે. કેટલાક વિસ્તારો ભરચક હોવાને લીધે અહીં લોકો ટ્રાફિકજામનો ભોગ બને છે. દબાણોનો ઇશ્યુ છે. અશ્વિનકુમાર વિસ્તારમાં ડાંઇગ મિલો પ્રદુષણ, રેલવેની કંમ્પાઉન્ડ વોટ સંપૂર્ણ ન હોવાથી દારૂ ગાંજો વેચાઇ રહ્યો છે. આ હીરાના કારખાના અને વ્યાપારિક એકમો નાની-મોટી સમસ્યાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.