તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બંધથી કંટાળેલા ગ્રામજનોએ આખરે કહ્યું, સુંવાલી ખોલો, આવેદન પત્ર આપી રજૂઆત

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોની માંગ, કામ-ધંધાને અસર થઇ રહી છે

કોરોનાના કારણે શહેરના છેવાડે આવેલા બંધ કરાયેલા સુંવાલી દરિયા કિનારાને પ્રવાસન માટે ખુલ્લો મૂકવા માટે ગામવાસીઓએ મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યું છેકે, જુનાગામ (શિવરામપુર) ની હદમાં આવેલ સંુવાલી દરિયા કિનારો પ્રવાસન પ્રવૃતિ માટે જાણીતો છે. દરિયાકિનારે ગામાવાસીઓ નાની દુકાન ખોલીને ખાદ્ય પદાર્થનું વેચાણ કરીને રોજીરોટી મેળવે છે. કોવિડ-19ની મહામારીના કારણે સરકારી ગાઇડ લાઇન મુજબ આ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ કોરોનાના દર્દીઓ ધટી રહ્યા છે.

મોલ અને થિયેટરો પણ ખુલી ગયા છે. ત્યારે સુંવાલી દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવા માટેની માંગ કરવામાં આવી છે. આ પ્રતિબંધથી ગામવાસીઓને આવકને માઠી અસર પડી છે. આજીવિકાનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે. દરિયા કિનારા ખુલ્લો હોવાથી કોરોના ફેલાવાની શક્યતા પણ નથી. ત્યારે ગામવાસીઓની હાલતને ધ્યાને લઇને પણ દરિયા કિનારો પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાની રજૂઆત કરવામાં આ‌વી છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે ડુમસ બીચ શરૂ થઇ ગયો હોવા છતાં સુંવાલી માટે મંજૂરી અપાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો