તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગેરરીતિના મુદ્દે હિયરિંગમાં ઉપપ્રમુખ હાજર રહેતા નથી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશિષ ગુજરાતી પર ઈઝાવાનો આરોપ

પાંડેસરા વીવર્સ સોસાયટીના ચેરમેન આશિષ ગુજરાતી દ્વારા તેમની સંસ્થામાં તથા યાર્ન બેંક સ્કીમમાં ગેરરીતિ કરી હોવાનો આરોપ અન્ય ઉમેદવાર સંજય ઈઝાવાએ લગાડીને કુલ 13 મુદ્દાઓ સાથેની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રાર, સ્ટેટ રજિસ્ટ્રાર અને ટેક્સટાઈલ કમિશનરને કરી હતી. આ મુદ્દે ઈઝાવાએ વર્તમાન ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી પર આરોપ મુક્યો છે કે, ગેરરીતિના મામલામાં સ્ટેટ કો.ઓ. રજિસ્ટ્રારના આદેશને પગલે સુરતના જિલ્લા રજિસ્ટ્રાર ઔદ્યોગિક મંડળી દ્વારા તપાસ થઈ છે. આ સાથે તેમને 6 મહિનામાં 4 નોટીસો આપવા છતાં કોવિડનું બહાનું બતાવી તેઓ હિયરિંગમાં હાજર રહેતા નથી.

શુક્રવારે 2 માસ જૂનો વિવાદ ફરી ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઈઝાવાએ આરોપ મુક્યો છે કે, 6 માસમાં હિયરિંગમાં હાજર રહેવા આશિષ ગુજરાતીને 4 નોટીસ છતાં તેઓ હાજર રહ્યાં નથી. આ ઉપરાંત 9 જુલાઈથી પત્ર લખી જવાબ રજૂ કરવા સમયની માંગણી કરી ખોટી રીતે સમય ખેંચી રહ્યા છે. આ અંગે પાંડેસરા વીવર્સ સો.ના પ્રમુખ અને ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી જણાવે છે કે, સંજય ઇઝાવાને સોસાયટી સાથે કોઇ સંબંધ નથી. તેઓ સોસાયટી સભાસદ નથી. સોસાયટીમાં ગેરવહીવટ સહિતના 13 મુદ્દે લગાડવામાં આવેલા આરોપ ખોટા છે. ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં તેઓ એક ઉમેદવાર હતા અને હારી ગયા હતા. સ્ટેટ કો.ઓપ.રજિસ્ટ્રાર ઔદ્યોગિક મંડળી દ્વારા જ્યારે હિયરિંગ રાખવામાં આવ્યંુ છે ત્યારે અમે ઉપરાંત અમારા વકીલે હાજરી આપી છે. ઓડિટર દ્વારા જે ક્વેરીઓ રજુ કરાઇ હતી. તેનો પણ જવાબ આપી ક્વેરી દૂર કરાય છે.

અન્ય સમાચારો પણ છે...