તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:VHP અને સાધુ-સંતોએ અયોધ્યા ખાતે મોકલવામાં આવનાર જળનું પૂજન કર્યું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણા વિસ્તારમાં બોમ્બે માર્કેટ રોડ શ્રીરામ ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જળ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરી તેના કળશનું પૂજન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ મંદિરના સંતો-મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સામેલ થયા હતા. કાર્યક્રમમાં સામેલ લોકોએ જળ ભરેલા કળશનું પૂજન કર્યું હતું. પૂજન કરાયેલું જળ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે નિર્માણ થનાર મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...