તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસકર્મીઓમાં કચવાટ:હેડક્વાર્ટરમાં 70 પોલીસ કર્મીઓના વાહનોને પોલીસે જ લોક મારી દીધાં

સુરતએક મહિનો પહેલા
પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસના વાહનોને લોક મારી દેવામાં આવ્યા.
  • ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ દંડ વિના લોક ખોલી દેવાયા
  • ટ્રાફિક પોલીસની કામગીરી સામે પોલીસકર્મીઓમાં કચવાટ

અઠવાલાઇન્સ પોલીસ હેડકવાર્ટરમાં નિયમ વિરુદ્ધ પોલીસકર્મીઓએ વાહન પાર્ક કરતાં ટ્રાફિક પોલીસં લોક મારી દીધાં હતાં. 70 જેટલાં પોલીસ કર્મચારીઓના વાહનને લોક કરતાં તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પગલે હેડક્વાર્ટરમાં નો પાર્કિંગમાં વાહનો ન મૂકવાની સૂચના સાથે લોક ખોલી દેવામાં આવ્યા હતા.

પોલીસ હેડકવાર્ટરના પાર્કિગમાં 70 બાઇક-મોપેડમાં મંગળવારે સવારે લોક મારી દેતા પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી હતી. લોક મારેલા વ્હીકલો ખોલવા માટે દંડ ભરવા પોલીસ અધિકારીએ સ્ટાફને સૂચના આપી હતી. જો કે પોલીસકર્મીઓએ દંડ ભરવાની ના પાડી દીધી અને પાર્કિગમાં વ્હીકલો મુકયા હોય તો દંડ શા માટે ? આ મુદ્દે પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. અધિકારીઓએ ટ્રાફિક પોલીસને લોક ખોલવા રજૂઆત કરવા છતાં શરૂઆતમાં ના પડાઇ હતી. જે જગ્યા બાઇકો પાર્ક કરી હતી તે જગ્યા પર બીજીવાર પાર્ક નહિ કરવા પોલીસને સૂચનો આપી સાંજે 4 વાગ્યે લોક ખોલી દેવામાં આવ્યા હતા.

કર્મીઓને સૂચના આપી લોક ખોલી દેવાયા હતા
પોલીસકર્મીઓને જે જગ્યાએ પાર્કિંગ કરવાની સૂચના આપી હતી ત્યાં પાર્ક ન કરતાં લોક મારી દેવાયા હતા. બાદમાં તેઓને સૂચના આપી લોક ખોલી દેવાયા. > પ્રશાંત સુમ્બે, ડીસીપી, ટ્રાફિક પોલીસ

અન્ય સમાચારો પણ છે...