તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને રાહત મળશે:વરાછા ગરનાળાનું રિપેરીંગ પૂર્ણ થતાં 30 જૂનથી ખૂલશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીથી વાહનચાલકોને રાહત મળશે
  • ગરનાળાનો એક ભાગ બંધ કરાયો હતો

વરાછા ગરનાળાનું રિપેરિંગ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. 30 જૂનથી ગરનાળું ખોલી દેવાશે. જેથી વાહનચાલકોને રાહત થશે.છેલ્લા કેટલાક દિવસથી વરાછા સ્થિત ખાંડબજાર રેલવે ગરનાળાનું રિપેરીંગ કામ ચાલી રહ્યું છે. જેથી ગરનાળાની નીચે સ્ટેશનથી વરાછા તરફ જવાનો એક તરફનો રોડ બંધ કરવામાં આવતા વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે. જોકે, રિપેરીંગ આગામી બે દિવસમાં જ પૂર્ણ થઇ જવાની ગણતરી હોઇ ગરનાળું 30મીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ગરનાળાનું રિપેરીંગ કામ હાથ ધરાયું છે. સંભવત: મંગળવારે રાત્રે ગરનાળાનું કામ પૂર્ણ થશે અને બુધવારથી ગરનાળાનો વરાછા તરફ જતો રોડ ખુલ્લો મુકાશે. ગરનાળામાંથી ગંદુ પાણી ટપકતા રિપેરીંગ કરવામાં આવી રહ્યું છે. રિપેરીંગ બાદ ચારથી પાંચ વર્ષ સુધી પાણી નહીં ટપકે એવો કોન્ટ્રાક્ટરનો દાવો છે.

રવિવારે કાપોદ્રા વોર્ડના આપના નગરસેવક ધમેન્દ્ર વાવલીયાએ ગરનાળાનો રાઉન્ડ લઇ ત્યાં રિપેરીંગ કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસોને બોલાવી સમગ્ર માહિતી જાણી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કોઇને કોઇ રીપેરીંગના બહાના હેઠળ પ્રજાના પૈસા વેડફવામાં આવે છે. દસ દસ દિવસથી ગરનાળાનો એક ભાગ બંધ હોવાથી હજારો લોકો પરેશાન થાય છે. ચોમાસામાં જ ટપકતા ગરનાળાનું રિપેરીંગ કામ કરવાનું આયોજન કરવામાં આવે છે. કરોડો ખર્ચવામાં આવ્યા છતાં અવારનવાર ગરનાળામાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદો ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...