તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજિક બદલાવ:વરાછાના સિવિલ ઇજનેર યુવક અને બેંકર યુવતી માત્ર 20 લોકોની હાજરીમાં લગ્ન કરશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાટ પોકિયા અને મીરલ રામાણી - Divya Bhaskar
વિરાટ પોકિયા અને મીરલ રામાણી
  • કોરોનાના માહોલમાં સરથાણામાં આજે સાદાઈથી લગ્ન

20 લોકોની હાજરીમાં લગ્ન કરીને વર્તમાન સમયમાં પ્રસંગ કેમ ઉકેલવો તેનું ઉદાહરણ વરાછાના સિવિલ ઇજનેર યુવક અને બેંકર યુવતીએ પુરુ પાડ્યું છે. વરાછામાં રહેતા એમઈ સિવિલ એન્જિનિયર યુવક અને ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતીના પરિવારે દોઢ કરોડના ખર્ચે લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ કોરોનાકાળ હોવાથી આ આયોજન રદ કરી માત્ર 20 લોકોની હાજરીમાં સાદાઈથી લગ્ન કરશે. બંને પક્ષે 8-8 લોકો હાજર રહેશે.

મોસાળ, કાકા- દાદા, મિત્રને બાકાત રાખ્યા
લગ્નમાં પરિવાર તરફથી 150 લોકોને આમંત્રણ આપવું પડે તેવી સ્થિતિ થતી હતી. આમ બંને પરિવાર તરફથી ઓછામાં ઓછા 300 લોકોને આમંત્રણ આપવું પડે તેવી સ્થિતિ હતી. એટલે અમે બંને ફેમિલીએ પરિવારના 8-8 લોકોની હાજરીમાં લગ્નનું આયોજન કર્યું છે. સાથે ગોર મહારાજ અને કેમેરામેન મળી કુલ 20 લોકો ઉપસ્થિત રહેશે.

શહેરની લક્ઝુરિયસ ક્લબમાં થવાના હતા લગ્ન
LH રોડના વિરાટ પોકિયાના લગ્ન 26મી નવેમ્બરે પ્રવિણભાઈ નારણભાઈ રામાણીની દીકરી મીરલ સાથે નિર્ધાર્યા છે. બંને પક્ષે 20 લોકોની હાજરીમાં લગ્નનું આયોજન કર્યું છે. આ આયોજન પહેલા એરપોર્ટ નજીક લક્ઝુરિયસ ક્લબમાં દોઢ કરોડના ખર્ચે કરાયું હતું.

હવેના સમયમાં સાદાઈથી લગ્ન ઉત્તમ રહેશે
હવેના સમયમાં સાદાઈથી જ લગ્ન કરાશે તો પરિવારને ભવિષ્યમાં ફાયદો થશે. પરિવારમાં આમંત્રણને લઈને મન દુ:ખ થાય પરંતુ અમે યુનિક આયોજન કર્યું છે. - ઈન્દુબેન પોંકિયા, વરરાજાની માતા

અન્ય સમાચારો પણ છે...