તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના રસીકરણ માટે વેક્સિનનાં સ્ટોરેજ ચેઇન ક્ષમતા પાલિકા પાસે પુરતી છે. પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રને કોલ્ડ ચેઈન પોઈન્ટ કહેવામાં આવે છે. આ સીસીપી પર પાલિકાના આઇસ લાઈન્ડ રેફ્રિજરેટર હોય છે. તેમાં પોલિયો, એમઆર, ડીસીજી જેવી જુદી-જુદી રસી- વેક્સિનને પ્રિઝવ કરાતી હોય છે. વેક્સિનનાં સ્ટોરેજ માટે અડાજણ હેલ્થ સેન્ટરમાં ‘કોર્પોરેશન વૅક્સિન સ્ટોર’ આવ્યો છે ત્યાં જુદા જુદા સાઈઝના 9 જેટલા આઇસ લાઇન્ડ રેફ્રિજરેટરોની સુવિધા છે તેની ક્ષમતા 1235 લિટરની છે. જ્યારે 52 અર્બન હેલ્થ સેન્ટરોમાં 5760 લિટર જેટલી છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, સુરત, વલસાડ, નવસારી, તાપી તમામની રસી સ્ટોરેજ ‘રિજ્યોનલ વૅક્સિન સ્ટોર’ ખાતે થાય છે, સુરત ખાતે મોટામાં મોટું સ્ટોરેજ આવ્યું છે. સિવિલમાં આ રિજિયોનલ વૅક્સિન સ્ટોરમાં જ પ્રથમ તમામ રસીનો સ્ટોક સ્ટોર કરવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા થતી રસીની સપ્લાય પણ સૌ પ્રથમ ત્યાં આવતી હોય છે ત્યાંથી જ સિટીમાં પાલિકાના અડાજણના કોર્પોરેશન વેકસીન સ્ટોર ખાતે લઈ જવામાં આવે છે ત્યાર બાદ તમામ અન્ય સ્થાનો પર લઈ જવાઈ છે.
જથ્થો કેટલો ફાળવાશે, કેટલા ને કયા લોકોને મુકવી? રસીની જરૂરિયાત કોણ નક્કી કરશે?
પાલિકા પાસે સ્ટોરેજ કેપેસિટી પુરતી છે પરંતુ ડોઝ 0.1 એમએલ હોય તો કોઈ 0.5 એમએલ હોય તેથી તેનું સ્ટોરેજ સ્પષ્ટ ખ્યાલ આવી નહીં શકે. પરંતુ જેટલી કેપેસિટી છે તેમાં રૂટિન રસીઓના રખાયેલા ડોઝના જથ્થા છતાં વધતી જગ્યામાં કોરોનાની વૅક્સિન રાખી શકાય. પરંતુ હજી સુધી જે તે સમયે કેટલો જથ્થો કોરોના રસીનો ફાળવાશે? રસીકરણ કેટલા લોકોનું કરવું? કોનું કરવાનું છે? તે અંગે કોઈ ગાઈડલાઈન જણાવાઈ નથી.
આ જરૂરિયાત કેટલી તે કોણ નક્કી કરશે? કેટલી રસી આપવાની છે સ્પષ્ટતા સાથેની ગાઈડલાઈન આવ્યા પછી જ નક્કર આયોજન થઈ શકે છે.તેથી હાલ પાલિકા તંત્ર વોઈટ એન્ડ વોચમાં રહી છે. ડોઝને ફિલ્ડમાં કઈ રીતે આપવું તે ખુબજ મહત્ત્વનું છે કેમ કે ઈન્ટ્રા મસ્ક્યુલર ઈન્જેક્શન હોય પોલિયોની જેમ અન્ય કોઈને વેક્સિનેટર બનાવી શકાય તેમ નહી હોય સ્ટાફ નર્સ, નર્સિંગ કોલેજના બીજા ત્રીજા વર્ષના છાત્રો, સ્ટુડન્ટ તબીબો પાસે જ મુકાવવામાં આવે તેવી વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.