વેક્સિનેશન:સુરતમાં આજે 179 સેન્ટર પર રસી મળશે, પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ સેન્ટર જાણો સંપૂર્ણ લિસ્ટ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર અને કોવેક્સિન રસી માટે 3 સેન્ટર

સુરતમાં એક દિવસની બ્રેક બાદ આજે કોરોના વેક્સિનેશન 179 સેન્ટર પર હાથ ધરાશે. પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર હોવાથી આવતી કાલે પણ લાઈનો લાગવાની શક્યતાઓ રહેલી છે. હાલ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 173 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે.

સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ
સુરત સહિત રાજ્યમાં બુધવાર અને રવિવારે વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. આવતીકાલ માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં 179 સેન્ટર જાહેર કરાયા છે. કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 83 અને બીજા ડોઝ માટે 83 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને ત્રણ સેન્ટર કોવેક્સિન રસીના છે. આ સાથે સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરી 8 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. એક સેન્ટર પર 200 લોકોને વેક્સિન આપવામાં આવશે.