તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનને વેગ:આ રહ્યા સુરતના વેક્સિનેશન સેન્ટરો, જ્યાં 18+ સહિતના લોકો વેક્સિન મૂકાવી શકે છે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછામાં ઓછા 7500 અને તેનાથી વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ પાલિકાએ વ્યક્ત કર્યો

સુરત શહેરના વેક્સિનેશનના 50 સેન્ટરના નામ જાણવા માટે સ્ક્રોલ કરો

આજે 1 મેથી યુવાવર્ગ માટે વેક્સિનેશન તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ ફરજિયાત વેક્સિનેશન માટે હવે કડકપણે સૂચના અપાઇ છે. 18થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

યુવાઓનું 50 કેન્દ્ર ખાતેથી રસીકરણ
સુરત શહેરમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનર્સ અને 45થી વધુની ઉંમરના કુલ 7.48 લાખ લોકોએ વેક્સિન મૂકાવી હતી. 18 થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા 7500 અને તેનાથી વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ પાલિકાએ વ્યક્ત કર્યો છે. રસીકરણ માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તમામ સરકારી કેન્દ્રો ખાતે કરાઈ છે. ખાનગી હોસ્પિટલોએ વેક્સિન મૂકવી હશે તો ડાયરેકટ કંપનીઓ પાસેથી હવે ખરીદવી પડશે. રાજ્ય સરકાર દ્વારા 18થી 45 વર્ષના લોકો માટે રસીનો જથ્થો પ્રાઈવેટ હોસ્પિટલોને આપશે નહીં.

ટેક્સટાઇલ-ડાયમંડમાં વેક્સિનેશન માટે એક્શન પ્લાન બનાવાશે
રાંદેર, સરથાણા, કતારગામ સાથે અઠવા ઝોનમાં કેસ ઘટાડવા વધારે ભાર આપવા મ્યુ.કમિશનરે સૂચના આપી છે. નવી સિવિલ અને સ્મીમેરમાંથી સ્ટેબલ પેશન્ટને શીફ્ટ કરવા સાથે હીરા અને કાપડ ઉદ્યોગમાં 18થી 45 વર્ષના લોકોને વેક્સિન આપવા એક્શન પ્લાન બનાવવા સૂચના અપાઇ છે. અમરોલીના છાપરાભાઠા, કોસાડ જેવા વિસ્તારોમાં વધુમાં વધુ કોમ્બિંગ કરવા પણ સૂચના અપાઇ છે.