રજૂઆત:કોટ વિસ્તારમાં અશાંતધારો વધુ પાંચ વર્ષ લંબાવવા માંગ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મીએ અશાંતધારાની અવધિ પૂર્ણ થઇ રહી છે

સુરતના કોટ વિસ્તાર માટેના જાહેરનામાની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે ત્યારે આ વિસ્તારમાં વધુ પાંચ વર્ષ માટે અશાંતધારા લાગુ પાડવા માટે ધારાસભ્ય અરવિંદ રાણા એ મહેસૂલ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

સુરતમાં નજીક નજીકમાં આવેલી બે કોમની વસાહતમાં કોઇ દબાણ કે અન્ય કારણોસર એક કોમના લોકો બીજી કોમના લોકોની સ્થાવર મિલકત મેળવી ન લે તેવા હેતુથી સુરતમાં અશાંતધારા લાગુ પાડવા માટે વર્ષ 2017માં ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં આવતા અઠવા, સલાબતપુરા, મહિધરપુરા, ચોકબજાર અને લાલગેટ વિસ્તારમાં તા.17 ઓક્ટોબર 2017થી રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારા લાગુ કરવામાં આવી છે.

આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાની મુદત તા.30મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે આ વિસ્તારમાં વધુ પાંચ વર્ષ માટે અશાંતધારાની મુદત લંબાવવા માટે ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અશાંતધારાના કારણે આ વિસ્તારમાં રહેતા બે કોમના લોકોએ એક બીજાના વિસ્તારમાં મિલકત લેવા, ભાડે આપવા માટે પરવાનગી ફરજીયાત લેવાની હોય છે. જેના કારણે બે કોમ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે તે માટે અશાંતધારાની મુદત વધુ પાંચ વર્ષ માટે લંબાવવા માટેની રજૂઆત કરી છે.’

અન્ય સમાચારો પણ છે...