એજ્યુકેશન:યુનિવર્સિટીની પૂરક પરીક્ષા 21, 22 ડિસેમ્બરે લેવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષામાંથી બાકાત રહેલા વિદ્યાર્થીને તક
  • ફોર્મ મોડાં ભરાતાં વિદ્યાર્થીઓ અટવાયા હતા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ઓનલાઇન પૂરક પરીક્ષાઓ 21 અને 22 ડિસેમ્બરથી શરૂ થશે. આ અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની રેગ્યુલર ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સહિતના પ્રોબ્લેમ આવતા ઓનલાઇન પરીક્ષા આપી શક્યા ન હતા. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા અને ઘણી કોલેજોએ વિદ્યાર્થીઓના પરીક્ષાનાં ફોર્મ મોડા ભર્યાં હતાં.

જેથી આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ પૂરક પરીક્ષા 21 અને 22 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ કોલેજ પર જઈને ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થવા સમય કરતા 10 મિનિટ અગાઉથી જ લોગઇન થવાનું રહેશે. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થયાના મોડામાં મોડા 20 મિનિટમાં લોગઇન થવાનું રેહશે એવું યુનિવર્સિટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...