તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:યુનિવર્સિટી SGSU સાથે એમઓયુ કરી સ્પોર્ટ્સના નવા કોર્સ શરૂ કરશે

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 16મીએ સિન્ડિકેટની બેઠક બાદ મોઓયુનો નિર્ણય લેવાશે

નર્મદ યુનિવર્સિટી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે મળી યુજી અને પીજીના નવા કોર્સ શરૂ કરી શકે છે. 16મી જૂને યોજાનારી સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિટી અને એસજીએસયુ વચ્ચે એમઓયુ પર ચર્ચા થશે. એસજીએસયુ સાથે કરાર બાદ ફિઝિકલ એજ્યુકેશન, એડવેન્ચર સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ જર્નાલિઝમ એન્ડ માસ મીડિયા ટેક્નોલોજી, સ્પોર્ટ્સ ન્યૂટ્રીશન, ડાયટ, ફિટનેસ, વેલનેસ જેવા નવા કોર્સ શરૂ થઈ શકશે.

આ બાબતે પણ ચર્ચા થશે

 • PROની ભરતીની લાયકાતના ધારાધોરણોમાં ફેરફાર કરવો
 • નીડ અને LICના રિપોર્ટ આધારે નવી કે કાર્યરત કોલેજોના જોડાણ
 • કાયમી કર્મીઓને 37 મહિના 7માં પગારપંચ મુજબ ચૂકવવાના એરિયરની 50% રકમ ચૂકવવો
 • પરીક્ષામાં ગેરરીતિ આચરનારને સજા આપતી ફેક્ટની રચના
 • HRDનો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ બંધ કરવા પર વિચારણા
 • બીએડમાં કોમ્પ્યુટર વિષય દાખલ કરવો કે નહીં
 • 10,973 વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબલેટ નથી મળ્યા તો શું કરવું
 • સરસ્વતી હિન્દી વિદ્યાલયે પૂરેપૂરી ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઇન્ટરનલમાં શૂન્ય માર્ક્સ આપ્યા
 • DSOની કચેરીને યુનિવર્સિટીમાં ઓફિસ ફાળવવા બાબત
 • માસ કોપીમાં જોડાણ રદ કરાયેલી કોલેજોના જોડાણ અંગે નિર્ણય {55માં વાર્ષીક અહેવાલ માટે નવ સભ્યની કમિટીને મંજૂરી
અન્ય સમાચારો પણ છે...