વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોર્મસ વિભાગમાં સોમવાર,9 મેથી 3 દિવસ સુધી કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરાશે. આ કેમ્પસ ઇન્ટરવ્યુમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ, યુનિવર્સિટીના લાયબ્રેરી બેઝમેન્ટમાં સોમવારે સવારે 11 કલાકે આ કેમ્પસ ઇન્ટરવ્યુ પ્રારંભ થશે. આમાં જુદી જુદી 19 કંપનીઓ ભાગ લેશે. 9 મે સોમવારના દિવસે આઇટી કંપનીઓ ભાગ લેશે, જેમાં આઇટીના વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકશે.
10 મે મંગળવારના દિવસે મેનેજમેન્ટ અને વાણિજ્યના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યુ થશે જેમાં બીબીએ, બીકોમ, એમકોમ સહિતના વિદ્યાર્થી ભાગ લઇ શકશે. 11મી તારીખે યોજાનારા ઇન્ટરવ્યુમાં વિનયનના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
વધુ વિગત માટે નોકરીવાંચ્છુ ઉમેદવારોએ રોજગાર સેતુ હેલ્પલાઈન નંબર 6357390390 અને યુનિવર્સિટી હેલ્પલાઈન નંબર 0261- 2388888 પર સંપર્ક સાધવાનો રહેશે. વધુમાં વધુ બેરોજગાર ઉમેદવારો આ મેળામાં ઉપસ્થિત રહે અને રોજગાર મેળવે એવું યુનિ. દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.